<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

સુરેન્દ્રનગરના દુધરેજ નજીક ચેકડેમ અચાનક તૂટી જતાં પાણી નદીમાં વહી ગયું : વટેશ્વર સંસ્કૃતિ વનનો એક ભાગ પણ ઘસી પડ્યો

સાવચેતીના ભાગરૂપે વનનો એક તરફનો ભાગ તાત્કાલિક બંધ કરી દેવાયો: સ્થાનિકોએ ચેકડેમનું સત્વરે રિપેરિંગ કરવા માંગ ઉઠાવી

સુરેન્દ્રનગરના દુધરેજ નજીક ખેડૂતોની સિંચાઈ અને સ્થાનિકો માટે પીવાના પાણીનો મુખ્ય આધારરૂપ ચેકડેમ અચાનક તૂટી જતાં પાણી નદીમાં વહી ગયું છે અને તળિયા દેખાઈ આવ્યા છે. ચેકડેમ તૂટવાને કારણે નજીકમાં આવેલા વટેશ્વર સંસ્કૃતિ વનનો એક ભાગ પણ ઘસી પડ્યો છે, જેને પગલે સાવચેતીના ભાગરૂપે વનનો એક તરફનો ભાગ તાત્કાલિક બંધ કરી દેવાયો છે. સ્થાનિકોએ ચેકડેમનું સત્વરે રિપેરિંગ કરવા માંગ ઉઠાવી છે.

(7:49 PM IST)