<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

વિસાવદર ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખપદે પાલિકાના પૂર્વ પ્રમુખ કૌશિકભાઈ વાઘેલાની સર્વાનુમતે નિયુક્તિ

નવા હોદ્દેદારોની સર્વ સંમતિથી વરણીની સત્તાવાર જાહેરાત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ (શ્યામવાડી)ના પ્રમુખપદે વિસાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કૌશિકભાઈ બાબુભાઈ વાઘેલાની સર્વાનુમતે નિયુક્તિ કરાઈ છે. પ્રમુખ સહિત નવા હોદ્દેદારોની સર્વ સંમતિથી વરણીની સત્તાવાર જાહેરાત ટ્રસ્ટીશ્રી દિલીપભાઈ પરમાર તથા ભરતભાઈ ભાલિયા દ્વારા કરવામાં આવી છે.
વિસાવદર ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ (શ્યામ વાડી)નાં (૧) પ્રમુખ: કૌશિકભાઈ બાબુભાઈ વાઘેલા (૨) ઉપપ્રમુખ: મહેન્દ્રભાઈ નાનાલાલ પરમાર (૩) મંત્રી: પરેશભાઈ મોહનભાઇ ગેડીયા (૪) સહમંત્રી : ભરતભાઈ કાંતિભાઈ ચૌહાણ (૫) ખજાનચી: નિર્ભયભાઈ રતિભાઈ ટાંક (૬) સહ ખજાનચી : ભરતભાઈ વેલજીભાઈ વાઘેલા સર્વાનુમતે નિયુક્ત કરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવા વરાયેલા પ્રમુખ કૌશિકભાઈ વાઘેલા વિસાવદર ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પૂર્વ પ્રમુખ અને માજી નગરપતિ બાબુભાઈ મોહનભાઇ વાઘેલાના પુત્ર છે.

(11:24 PM IST)