તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
સાઈ સુદર્શનના સ્થાને BCCI દ્વારા રિપ્લેસમેન્ટની જાહેરાત: સરફરાઝ ખાનનો ટીમમાં કર્યો સમાવેશ
ભારતીય ટીમ 15 ઓગસ્ટથી બે મેચની ટેસ્ટ સિરીઝ માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. :BCCIએ જાહેરાત કરી હતી કે સરફરાઝ ખાન ગાલેમાં રમાનારી પ્રથમ ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં જોડાશે.

ભારતીય ટીમ 15 ઓગસ્ટથી બે મેચની ટેસ્ટ સિરીઝ માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. BCCI એ આ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ફિટનેસના આધારે પસંદ કરાયેલા બેટ્સમેન સાઈ સુદર્શનને ફિટનેસના અભાવે 8 ઓગસ્ટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. BCCIએ હવે સાઈ સુદર્શનના સ્થાને ખેલાડીની જાહેરાત કરી છે, જેનાથી લાંબા વિરામ બાદ સરફરાઝ ખાન ભારતીય ટીમમાં પરત ફર્યો છે. સરફરાઝે છેલ્લે નવેમ્બર 2024 માં ટેસ્ટ મેચ રમી હતી. BCCIએ જાહેરાત કરી હતી કે સરફરાઝ ખાન ગાલેમાં રમાનારી પ્રથમ ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં જોડાશે.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
