<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

અમદાવાદના લાલ દરવાજા GPOમાંથી ચાલતા કફ સીરપના નેટવર્કનો પર્દાફાશ: રૂ. 59.41 લાખની કિંમતનો કફ સીરપનો મોટો જથ્થો જપ્ત

સરખેજના એક સપ્લાયર દ્વારા આ જથ્થો પાર્સલ મારફતે મિઝોરમ મોકલવામાં આવી રહ્યો હતો.

અમદાવાદ શહેર SOG પોલીસે લાલ દરવાજા સ્થિત જનરલ પોસ્ટ ઓફિસ (GPO) ખાતે દરોડો પાડીને ગેરકાયદેસર કફ સીરપ સપ્લાય કરવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. SOGની ટીમે સ્થળ પરથી રૂ. 59.41 લાખની કિંમતનો કફ સીરપનો મોટો જથ્થો કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, સરખેજના એક સપ્લાયર દ્વારા આ જથ્થો પાર્સલ મારફતે મિઝોરમ મોકલવામાં આવી રહ્યો હતો. આ અંગે SOG પોલીસે ગુનો નોંધીને કફ સીરપના આ ગેરકાયદેસર નેટવર્ક પાછળ સંકળાયેલા મુખ્ય સૂત્રધારોની ધડપકડ માટે વધુ તપાસ તેજ કરી છે.

(11:16 PM IST)