તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
દ્વારકામાં દરિયાઈ સુરક્ષા મુદ્દે પોલીસ એક્શન મોડમાં: જાહેરનામાનો અનાદર કરનાર 6 માછીમારો સામે ગુનો
આ માછીમારો જરૂરી સરકારી ટોકન લીધા વિના જ દરિયામાં મશીનરી બોટ લઈને ઉતરી પડ્યા હોવાનું સામે આવતાં કાર્યવાહી

દ્વારકામાં દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે પોલીસ તંત્ર પૂરેપૂરું એક્શન મોડમાં આવી ગયું છે. સરકારી નિયમોનો ભંગ કરીને કલેક્ટરના જાહેરનામાનું અનાદર કરનાર 6 માછીમારો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ માછીમારો જરૂરી સરકારી ટોકન લીધા વિના જ દરિયામાં મશીનરી બોટ લઈને ઉતરી પડ્યા હોવાનું સામે આવતાં, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરિયાઈ સુરક્ષા પ્રત્યેની આ ગંભીર બેદરકારી બદલ તમામ 6 માછીમારો સામે 'ગુજરાત ફિશરીઝ એક્ટ' અને કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
