તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
IND vs SL: જસપ્રીત બુમરાહના સ્થાને પ્લેઇંગ-11માં કોને મળશે તક? આકિબ નબી નહીં, આ સ્ટાર બોલર છે રેસમાં આગળ!
પ્લેઇંગ ઈલેવનમાં મોહમ્મદ સિરાજ / પ્રસિદ્ધ કૃષ્ણા પ્રબળ દાવેદાર

નવી દિલ્હી : શ્રીલંકા સામે રમાનારી આગામી ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ઇજાના કારણે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શ્રેણીમાંથી બહાર થતાં પ્લેઇંગ-11માં તેમના સ્થાને કોને રમાડવામાં આવશે તે અંગે ભારે ચર્ચા જાગી છે.
અગાઉ કાશ્મીરી ઓલરાઉન્ડર આકિબ નબીને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન મળી શકે તેવી અટકળો ચાલી રહી હતી. પરંતુ સુત્રો અને તાજેતરના અહેવાલો મુજબ, ટીમ મેનેજમેન્ટ આકિબ નબીને બદલે અનુભવી ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અથવા પ્રસિદ્ધ કૃષ્ણા પર પસંદગીનો કળશ ઢોળી શકે છે.
ટીમ મેનેજમેન્ટ ગાલેની પીચ અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પ્લેઇંગ ઈલેવન નક્કી કરશે. બુમરાહની ગેરહાજરીમાં ઝડપી બોલિંગ આક્રમણને મજબૂત કરવા માટે અનુભવી બોલરને પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવો અત્યંત જરૂરી માનવામાં આવે છે. આ સંજોગોમાં સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતા બોલરો આગળ ચાલી રહ્યા છે.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
