<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરના આપઘાત મામલે તપાસ કમિટીની રચના

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કડક વલણ અપનાવી તપાસના આદેશ આપ્યા : આગામી 24 કલાકમાં સમગ્ર મામલાનો રિપોર્ટ સોંપવાનો આદેશ કરાયો

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા કરવામાં આવેલા આપઘાતના ચર્ચાસ્પદ કેસમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કડક વલણ અપનાવી તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાને પગલે નવી સિવિલ હોસ્પિટલના ડીનની અધ્યક્ષતામાં એક વિશેષ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેને આગામી 24 કલાકમાં સમગ્ર મામલાનો રિપોર્ટ સોંપવાનો આદેશ કરાયો છે. આ કમિટી દ્વારા રેગિંગ કે માનસિક ત્રાસના પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે અને હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓના નિવેદન નોંધવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મૃતક ડૉક્ટરના પાર્થિવ દેહનું ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.

(11:18 PM IST)