<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

રેલવેની એક અનોખી ટિકિટ! એક જ ટિકિટમાં કરો 8 શહેરોની સફર

ઈન્ડિયન રેલવેની "સર્કુલર જર્ની ટિકિટ"થી નક્કી રુટ પર ગમે ત્યાં રોકાઓ, ભાડું પણ સસ્તું, સંપૂર્ણ નિયમો જાણો

નવી દિલ્હી : ફરવા અને ટ્રાવેલના શોખીનો માટે ઈન્ડિયન રેલવેએ એક ખાસ સુવિધા શરૂ કરી છે. જો તમે એક જ યાત્રામાં દેશના અનેક શહેરોની મુલાકાત લેવા માંગતા હો તો તમારા માટે "સર્કુલર જર્ની ટિકિટ" બેસ્ટ ઓપ્શન છે.

 

આ ટિકિટની સૌથી મોટી ખાસિયત એ છે કે એક જ ટિકિટ દ્વારા તમે નક્કી કરેલા સર્ક્યુલર રુટ પર 8 જેટલા સ્થળોએ રોકાઈ શકો છો. એટલે કે વારંવાર અલગ-અલગ ટિકિટ બુક કરાવવાનો ઝંઝટ ખતમ.

 

સર્કુલર જર્ની ટિકિટ શું છે?

સર્કુલર જર્ની ટિકિટ એટલે એક એવી ટિકિટ જેમાં તમારે ગોળાકાર રુટ નક્કી કરવાનો હોય. તમે જ્યાંથી શરૂઆત કરો ત્યાં જ પાછા ફરવાનું હોય. વચ્ચે આવતા સ્ટેશનો પર તમે રોકાઈ શકો છો.

 

મુખ્ય નિયમો અને શરતો:

1. ઓછામાં ઓછું અંતર: સર્કુલર જર્નીનું કુલ અંતર ઓછામાં ઓછું 1500 કિમી હોવું જોઈએ.

2. રોકાણની છૂટ: રસ્તામાં આવતા મહત્તમ 8 સ્થળો પર તમે બ્રેક જર્ની કરી શકો છો. દરેક જગ્યાએ મહત્તમ 2 દિવસ સુધી રોકાઈ શકો છો.

3. માન્યતા: ટિકિટની માન્યતા અંતરના આધારે નક્કી થાય છે. 1500 થી 2500 કિમી માટે 1 મહિના અને 2500 કિમીથી વધુ માટે 2 મહિના.

4. ભાડું: સામાન્ય ટિકિટ કરતા આ ટિકિટ 10% સસ્તી પડે છે. સાથે જ રિઝર્વેશન ચાર્જ પણ એક જ વાર લાગે છે.

5. બુકિંગ: આ ટિકિટ માત્ર રેલવેના આરક્ષણ કાઉન્ટર પરથી જ બુક કરાવી શકાય છે. ઓનલાઈન બુકિંગ થતું નથી. રુટ ચાર્ટ સાથે ફોર્મ ભરવાનું રહેશે.

6. બ્રેક જર્ની: દરેક બ્રેક જર્ની માટે સ્ટેશન માસ્ટર પાસેથી એન્ડોર્સમેન્ટ કરાવવું ફરજિયાત છે.

 

કોના માટે ફાયદાકારક?

તીર્થયાત્રા, ટુરિઝમ કે બિઝનેસ માટે એક જ ટ્રીપમાં અનેક શહેરો ફરવા માંગતા લોકો માટે આ ટિકિટ ખૂબ જ ઉપયોગી છે. દા.ત: અમદાવાદ - દિલ્હી - હરિદ્વાર - વારાણસી - કોલકાતા - પુરી - હૈદરાબાદ - મુંબઈ - અમદાવાદ જેવો રુટ એક જ ટિકિટમાં કરી શકો છો.

 

રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ યોજનાથી મુસાફરોને નાણાં અને સમય બંનેની બચત થશે.

 

કેવી રીતે બુક કરાવવી?

નજીકના મોટા રેલવે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પર જઈને "Circular Journey Ticket"નું ફોર્મ માંગો. તેમાં તમારો સંપૂર્ણ રુટ લખવાનો રહેશે. રેલવે તમારા રુટનું અંતર ચેક કરીને ભાડું જણાવશે.

 

સર્કુલર જર્ની પૂર્ણ કર્યા બાદ ફરી તે જ રુટ પર પાછા ન જઈ શકો. અને ટિકિટ ટ્રાન્સફરેબલ નથી.

 

 

 

 

સર્કુલર ટિકિટના 3 ફાયદા

1. પૈસાની બચત - અલગ અલગ ટિકિટ કરતા 10% સુધી સસ્તી

2. સમયની બચત - વારંવાર લાઈનમાં ઉભા રહેવું ન પડે 

3. ફરવાની છૂટ - 8 જગ્યાએ રોકાઈને આરામથી ફરી શકો

(2:23 PM IST)