<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

દાહોદના મુવાલીયા ચોકડી પર આદિવાસી દિવસની ઉજવણીમાં DJ વગાડવા મુદ્દે માથાકૂટ

જોતજોતામાં મામલો બિચકતાં બે જૂથ વચ્ચે પથ્થરમારો: સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા

દાહોદના ગોધરા રોડ પર આવેલી મુવાલીયા ચોકડી નજીક વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન DJ વગાડવા બાબતે ઉગ્ર માથાકૂટ થઈ હતી. જોતજોતામાં મામલો બિચકતાં બે જૂથ વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. હાલ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.

(11:21 PM IST)