તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
ગાંધીનગરમાં દુષ્કર્મ બાદ અતિશય રક્તસ્ત્રાવથી ૧૭ વર્ષીય સગીરાનું કમકમાટીભર્યું મોત; નરાધમ પ્રેમી ફરાર
કલોલના ગેસ્ટ હાઉસમાં આચરાયું કૃત્ય: ગંભીર ઇન્ફેક્શન અને રક્તસ્ત્રાવ વધતાં ૩ દિવસની સારવાર બાદ સગીરાએ દમ તોડ્યો; પેથાપુર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી CCTV આધારે તપાસ તેજ કરી

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં એક હૃદયદ્રાવક અને શરમજનક ઘટના સામે આવી છે. કલોલ વિસ્તારના એક ગેસ્ટ હાઉસમાં ૧૭ વર્ષીય સગીરા સાથે તેના જ પ્રેમીએ દુષ્કર્મ આચરતાં, અતિશય રક્તસ્ત્રાવ અને ગંભીર ઇન્ફેક્શનના કારણે સગીરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, આરોપી દિશાંત ઉર્ફે દીપ શર્મા નામના યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કલોલ સ્થિત એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ સગીરાને અતિશય રક્તસ્ત્રાવ શરૂ થતાં તેની તબિયત લથડી હતી. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબો દ્વારા ૩ દિવસ સુધી સતત સારવાર આપવા છતાં ગંભીર ઇન્ફેક્શન અને લોહી વહી જવાને કારણે સગીરા જીવનની જંગ હારી ગઈ હતી.
પોલીસે POCSO હેઠળ ગુનો નોંધ્યો
ઘટના અંગે જાણ થતાં જ પેથાપુર પોલીસ સ્ટેશનમાં આરોપી દિશાંત ઉર્ફે દીપ શર્મા સામે પોક્સો (POCSO) એક્ટ તથા દુષ્કર્મ અને હત્યાની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન
બનાવ બાદથી જ આરોપી ફરાર થઈ ગયો છે. પેથાપુર પોલીસે ગેસ્ટ હાઉસ તેમજ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ કબ્જે કરીને આરોપીના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. પોલીસે દાવો કર્યો છે કે આરોપીને ટૂંક સમયમાં જ ઝડપી પાડી જેલહવાલે કરવામાં આવશે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
