તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં કલપચંદ્ર યુનિક સોસાયટીમાં ગટર લાઇન ઉભરાવાની ગંભીર સમસ્યાને પગલે રહીશોમાં ભારે રોષ
સોસાયટીમાં ચોમેર ગંદા પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો: ગંદકીના સામ્રાજ્ય વચ્ચે સ્થાનિકોમાં ભયાનક રોગચાળો ફેલાવવાનો ભય

વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી કલપચંદ્ર યુનિક સોસાયટીમાં ગટર લાઇન ઉભરાવાની ગંભીર સમસ્યાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીમાં ચોમેર ગંદા પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, જેના કારણે ગંદકીના સામ્રાજ્ય વચ્ચે સ્થાનિકોમાં ભયાનક રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે. આ ગંભીર સમસ્યા અંગે નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતાં આખરે રોષે ભરાયેલા રહીશોએ એકઠા થઈને તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતાં સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ગટર લાઇનનો તાત્કાલિક અને યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
