તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
હવામાં હોનારત ટળી: ફુકેટ-દિલ્હી ફ્લાઈટના પાયલોટ ડોપ ટેસ્ટમાં નાપાસ, મુસાફરો છત સાથે ભટકાયા!
એર ઈન્ડિયાના વિમાનમાં અચાનક ભારે ઝાટકા (ટર્બ્યુલન્સ) વાગતા મુસાફરો ઈજાગ્રસ્ત થયા; ડીજીસીએ (DGCA) એ તપાસ હાથ ધરી બંને પાયલોટને સસ્પેન્ડ કર્યા

નવી દિલ્હી:એર ઈન્ડિયાની ફુકેટ (થાઈલેન્ડ)થી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં એક ચોંકાવનારી અને ગંભીર લાપરવાહીની ઘટના સામે આવી છે. ઉડાન દરમિયાન વિમાન અચાનક ભારે ટર્બ્યુલન્સ (ઝાટકા)માં ફસાતા મુસાફરો પોતાની સીટ પરથી ઉછળીને સીધા વિમાનની છત સાથે ભટકાયા હતા, જેમાં કેટલાક મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.
ઘટના બાદ કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે વિમાનના બે પાયલોટમાંથી એક પાયલોટ 'ડોપ ટેસ્ટ' (નશાકારક પદાર્થો/ડ્રગ્સ વિરોધી પરીક્ષણ)માં ફેલ થયો હતો. આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ એવિએશન રેગ્યુલેટર DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને બંને પાયલોટને તાત્કાલિક અસરથી ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવાઈ છે, જ્યારે એર ઈન્ડિયા કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવાનું ટાળ્યું છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
