<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

વરસાદી માહોલ વચ્ચે ગિરનાર પર્વત પર કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું

ગિરનારની ઊંચાઈ તરફ આગળ વધતા પ્રવાસીઓને વાદળો, વરસાદ અને ઠંડા પવનનો અનોખો અનુભવ

જૂનાગઢના ગિરનાર પર્વત પર હાલ વરસાદી માહોલ છવાયો છે. વરસાદી વાતાવરણ વચ્ચે ગિરનારની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

 પ્રવાસીઓએ ગિરનારના નયનરમ્ય વાતાવરણ અને પ્રકૃતિના સૌંદર્યનો ભરપૂર આનંદ માણ્યો હતો. પ્રવાસીઓએ જણાવ્યું કે ધાર્યા કરતાં પણ વધુ સુંદર વાતાવરણનો અનુભવ થયો અને ગિરનારની સફર યાદગાર બની છે. 

]  વરસાદી માહોલ વચ્ચે ગિરનાર પર્વત પર કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ગિરનારની ઊંચાઈ તરફ આગળ વધતા પ્રવાસીઓને વાદળો, વરસાદ અને ઠંડા પવનનો અનોખો અનુભવ થઈ રહ્યો છે. ભાવનગરથી આવેલા પ્રવાસીઓએ પણ ગિરનારના આ સુંદર વાતાવરણને માણ્યું હતું. ગિરનાર અને જૂનાગઢનું વાતાવરણ જાણે સ્વર્ગનો અહેસાસ કરાવતું હોય તેવું છે. ગિરનારની આસપાસ જોવા મળતા વન્યજીવો અને પ્રકૃતિના નયનરમ્ય દૃશ્યો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બની રહ્યા છે.

(7:35 PM IST)