<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

સુરતમાં ફૂડ સેફટી વિભાગની સતત ત્રીજા દિવસે કાર્યવાહી : તમામ 9 ઝોનમાં કુલ 98 ડેરી અને હોટેલમાં ચેકિંગ :30 કિલો જેટલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો

છેલ્લા ત્રણ દિવસમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કુલ 412 સંસ્થાઓ સામે કાર્યવાહી: કુલ 333 કિલો એનાલોગ ચીઝ, પનીર અને બટરનો પણ નાશ

સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે સતત ત્રીજા દિવસે પણ સઘન કાર્યવાહી હાથ ધરી છે. શહેરના તમામ 9 ઝોનમાં કુલ 98 ડેરી અને હોટેલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 30 કિલો જેટલો અખાદ્ય જથ્થો મળી આવતા તેને જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કુલ 412 સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આ ત્રણ દિવસ દરમિયાન કુલ 333 કિલો એનાલોગ ચીઝ, પનીર અને બટરનો પણ નાશ કરવામાં આવ્યો છે.

(10:13 PM IST)