તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
અમદાવાદમાં સુરક્ષા જ બની ભક્ષક: આનંદનગરમાં PGમાં રહેતી વિદ્યાર્થિની પર સિક્યોરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ
ધાબા પર એકલતાનો લાભ લઈ ગળે વાયર બાંધી હવસનો શિકાર બનાવી; થોડા દિવસ અગાઉ જ નોકરી પર જોડાયેલા આરોપી સિક્યોરિટી ગાર્ડની પોલીસે ધરપકડ કરી

અમદાવાદ : શહેરના આનંદનગર-જોધપુર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક પીજી (PG)માં રહીને અભ્યાસ કરતી કોલેજની વિદ્યાર્થિની સાથે પીજીના જ સિક્યોરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર બનાવ બન્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સિક્યોરિટી ગાર્ડ હજુ થોડા દિવસો પહેલા જ અહીં નોકરી પર લાગ્યો હતો. સુરક્ષાની જવાબદારી જેના શિરે હતી, એ જ રક્ષક ભક્ષક બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, પીજીમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને લલચાવી-ફોસલાવી કે ડરાવી-ધમકાવીને ગાર્ડે આ હીન કૃત્ય આચર્યું હતું. બનાવ બાદ પીડિત યુવતીએ હિંમત દાખવીને સમગ્ર ઘટના અંગે પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ આનંદનગર પોલીસ કાફલો દોડતો થયો હતો અને બનાવ અંગે ગુનો નોંધી આરોપી સિક્યોરિટી ગાર્ડ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાએ અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં એકલા રહીને અભ્યાસ કરતી કે નોકરી કરતી યુવતીઓની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને પીજી (PG) સંચાલકો, હોસ્ટેલ માલિકો અને સોસાયટીઓ દ્વારા રખાતા સિક્યોરિટી સ્ટાફનું 'પોલીસ વેરિફિકેશન' (Police Verification) યોગ્ય રીતે થાય છે કે નહીં તે અંગે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સિક્યોરિટી એજન્સીઓ અને સંચાલકો જો યોગ્ય તપાસ કર્યા વગર સ્ટાફ રાખશે તો આવી ઘટનાઓ બેટીઓની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
