<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

માથાદીઠ રક્તદાન, ચક્ષુદાન, અંગદાન અને સેવાભાવી સંગઠનોની સંખ્યામાં ગુજરાત દેશમાં પ્રથમ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ : ગુજરાત લોક સેવા ટ્રસ્ટની સ્થાપનાના ૩૫માં વર્ષમાં પ્રવેશની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ રોહન ગુપ્તા સંચાલિત ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિઓ અને સરકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાની નેમને બીરદાવી : ગાંધીજીના સેવા અને પરોપકારના સંસ્કાર ગુજરાતની ગળથૂથીમાં જીવે છે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના આવાસ આરોગ્ય અને અન્ન -રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓ જેવડી મોટી યોજના વિશ્વમાં બીજે ક્યાંય નથી : બંધારણના ઘડવૈયાઓએ રાજસત્તાનો નક્કી કરેલો એક માત્ર ઉદ્દેશ 'કલ્યાણ રાજ્ય' છે : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી3:22 PM IST

યુટ્યુબ પર કોર્ટની કામગીરીનું લાઈવ ટેલિકાસ્ટ કરનારું ગુજરાત સૌપ્રથમ રાજ્ય બન્યું છે : ન્યાયતંત્ર, વહીવટી તંત્ર અને ધારાસભા ત્રણેય વચ્ચેનું યોગ્ય સંકલન સુશાસન અને લોકતંત્રને ગતિમાન રાખે છે:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત કરતા વિવિધ પ્રકલ્પોનું ગુજરાત હાઈકોર્ટ પરિસર માં લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન : સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્ત, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ, કાયદા મંત્રી ઋષિકેશ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ : મજબૂત ન્યાયપાલિકા રાષ્ટ્ર ઉત્થાનના પાયાના સ્તંભમાંની એક છે: સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્ત : ગુજરાતની ન્યાય પ્રણાલીમાં આવેલું ટેક્નોલૉજિકલ ટ્રાન્સફોર્મેશન ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવવામાં ક્રાંતિકારી બની રહેશે: ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ, ગુજરાત હાઇકોર્ટ2:51 PM IST

ટી.બી. મુક્ત ગુજરાત બનાવવાની ઝુંબેશમાં સરકારની સાથે જનભાગીદારી ખુબ જરૂરી છે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ : ગાંધીનગર ખાતેથી ૧૦૦ દિવસની સઘન ટી.બી નિર્મૂલન ઝુંબેશનો શુભારંભ કરાવતા આરોગ્ય મંત્રી :રાજ્યમાં ૧૬ જિલ્લા અને ૪ કોર્પોરેશન વિસ્તારમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે : વિવિધ જિલ્લાઓમાં ક્ષયના દર્દીઓ શોધી સ્થળ પર જ નિદાન તેમજ જન જાગૃતિ આપતી નિક્ષય વાહનને ફ્લેગઓફ કરતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ : વર્ષ-૨૦૨૧થી અત્યાર સુધીમાં રાજ્યમાં ૧.૪૦ લાખથી વધુ ટી.બી. દર્દીઓને સારવાર આપી તેમનું જીવન ટી.બી. બીમારીથી મુક્ત બનાવવામાં આવ્યું છે :- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી4:41 PM IST

વધુ એક નકલી પોલીસ પકડાયોઃ ડ્રાઇવીંગ લાયસન્‍સ-આર.સી. બૂક ન હોઇ મિષાીને લાફા માર્યા, પોલીસ સ્‍ટેશને લઇ જવાનું કહી રોકડ-મોબાઇલ લૂંટયા : રાજકોટમાં ગઇકાલે એ-ડિવીઝન પોલીસે એક નકલી પોલીસને દબોચ્‍યા બાદ હવે તાલુકા પોલીસે બીજા નકલીને પકડયોઃ નાના મવા રોડ પર પોલીસના નામે ખેલ કર્યો હતો બે દિવસ પહેલા ગોંડલના યુવાન સાથે બનેલી ઘટનામાં તેણે ડરીને ફરિયાદ કરી નહોતીઃ તાલુકા પોલીસે અરજીના આધારે મુળ જામકંડોરણા રામપરના હાલ કણકોટ રહેતાં ઘનશ્‍યામ કટારીયાને દબોચ્‍યો જુગલભાઇ કથીરીયા અને ઉગાભાઇ આહિરની બાતમી પરથી પકડાયો હાલ રાજકોટ મિષાી કામ કરતાં ગોંડલના સંદિપે પોતાને રોકનાર શખ્‍સને તેનું નામ પુછતાં તેણે ઉશ્‍કેરાઇ લાફાવાળી કરી ફોન પડાવી લીધોઃ સાથે આવવાનું કહી રસ્‍તામાં ફરી ફટકારી ૮ હજાર પડાવ્‍યાઃ સરદાર ચોકમાં તેનુ વાહન મુકાવી પોતાની પાછળ બેસાડી કણકોટ લઇ ગયોઃ ત્‍યાં ઉતારીને કહ્યું-હમણા પોલીસની ગાડી લઇને આવું, સંદિપ પાનવાળા ભાઇ સાથે વાત કરતો હતો તે જોઇને નકલી પોલીસ બનેલો શખ્‍સ ભાગી ગયો'તો2:53 PM IST