તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
ભુજ નજીક લોરિયા ગામ પાસે એગ્રોસેલ કંપનીનું એસિડ ભરેલું ટેન્કર પલ્ટી જતા દોડધામ: મોટી દુર્ઘટના ટળી
પાછળ આવતા વાહનો એકબીજા સાથે અથડાયા : રસ્તા ઉપર ધુમાડાના ગોટેગોટા આકાશ તરફ ચઢતા જોઈ લોકોના જીવ અધ્ધર થઈ ગયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : ધોરડો અને ખાવડાને ભુજ સાથે જોડતા હાઇવે ઉપર લોરિયા ગામ પાસે એગ્રોસેલ કંપનીનું એસિડ ભરેલું ટેન્કર પલ્ટી ગયુ હતું. આ ઘટનાને પગલે રસ્તા ઉપર ધુમાડાના ગોટેગોટા આકાશ તરફ ચઢતા જોઈ લોકોના જીવ અધ્ધર થયા હતા. આ સમયે પાછળ આવતા વાહનો એકબીજામાં અથડાયા હતા. ભુજ ફાયર સ્ટેશનને આ બાબતે જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે, ટેન્કરમાં એગ્રોસેલ કંપની દ્વારા બનાવાતા એચસીએલ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, મીઠાનું સ્પિરિટ હોઈ ખૂબ જલદ પ્રકારનું આ કેમિકલ હોય છે. દઝાડી દે એવું જલદ રસાયણ હોઈ આ અનુસંધાને કંપનીના જવાબદાર નિષ્ણાતોને બોલાવાયા હતા. બીજી કોઈ મોટી દુર્ઘટના સદ્દનસીબે ટળી હતી.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
