<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

મુસાફર તરીકે રિક્ષામાં બેસતી યુવતિ સાથે લફરૂ થયું, હવે એ પૈસા પડાવે છે...ગભરાયેલો હિરેન કાપડી ફિનાઇલ ગટગટાવી ગયો

પરણેલો યુવાને એકાદ વર્ષથી યુવતિ સાથે હરતો-ફરતો હતોઃ માથાકુટ થતાં આપઘાતનો પ્રયાસ

રાજકોટ તા. ૬: શહરેના રામનાથપરામાં રહેતાં હિરેન સુધીરભાઇ કાપડી (ઉ.વ.૨૮) નામના યુવાને રાતે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

હિરેન ે જણાવ્‍યું હતું કે હું રિક્ષા હંકારીને ગુજરાન ચલાવુ છું અને મારા લગ્ન થઇ ગયા છે. એકાદ વર્ષ પહેલા મારી રિક્ષામાં એક યુવતિ મુસાફર તરીકે બેઠી હતી. ત્‍યારબાદ તે અવાર-નવાર આ રીતે મુસાફર તરીકે બેસતી હોઇ અમારી વચ્‍ચે ઓળખાણ થતાં લફરૂ થઇ ગયું હતું. બાદમાં અમે સાથે હરતા ફરતાં હતાં અને એક બીજા માટે પૈસા વાપરતાં હતાં. પરંતુ હવે અમારી વચે માથાકુટ થતાં તેણીએ મારી પાસેથી રૂપિયાની ઉઘરાણી ચાલુ કરી હતી, અગાઉ મારી સાથે વાપર્યા હોઇ એવા સાઇઠ હજાર દેવા પડશે તેમ કહી ઘરે આવી ડખ્‍ખા કરવાની ધમકી આપતી હોઇ મેં ગભરાઇને ફિનાઇલ પી લીધી હતી હતી. હિરેન બે ભાઇમાં મોટો છે. પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી

(12:38 PM IST)