<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

ગુજરાતના હિન્‍દુઓની પણ થોડી ચિંતા કરજો

હિન્‍દુ અસ્‍મિતાના નામે પ્રસિધ્‍ધિ લેનારા ટોળા ગુજરાતના હિન્‍દુ પરિવારોની અવદશા સામે મોૈનઃ શારીકને ઢંઢોળો

 

બાંગ્‍લાદેશમાં શારીકની  મીઠીનજર હેઠળ વિદ્યર્મીઓના ટોળા  લઘુમતી હિન્‍દુઓ પર કાળો  કેર વર્તાવી રહ્યા છે. આ સામે ગુજરાતભરમાં ગામેગામ રેલી- આવેદન પત્રો અપાઇ રહ્યા છે. બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓની રક્ષા માટે દબાણ કરાઇ રહ્યું  છે. આ આવકાર્ય પ્રવતિ છે. જો કે મુદામાં થોડા ઊંડા ઉતરોતો અનેક સવાલો પણ સર્જાય છે.

ગુજરાતમાં હાલ ગામેગામ અચાનક હિન્‍દુ આગેવાનો ફરી નીકળ્‍યા  છે. બાંગ્‍લાદેશ સરકાર સામે બેફામ ભાષણો આપે છે. બાંગ્‍લાદેશના હિન્‍દુઓને કોઇ પણ ભોગેબચાવી લેવાની આક્રમક શબ્‍દોમાં માંગણી કરે છે.

આヘર્ય એ છે કે, આ હિન્‍દુવાદી નેતાઓને બાંગ્‍લાદેશના હિન્‍દુઓની ચિંતા કરનારા રાજકોટ-સૌરાષ્‍ટ્રના નેતાઓને રાજકોટ કે સૌરાષ્‍ટ્રના હિન્‍દુઓની ચિંતા  થતી નથી. ગુજરાતનો મુદો આવે ત્‍યારે આક્રમક આગેવાનો મિયાની મીદંડી બની જાય છે.

છેલ્લા દાયકામાં ગુજરાતમાં અતિ જોખમી સ્‍થિતિ સર્જાઇ ગઇ છે. રાજયના ગામે ગામ અને ખૂણે- ખૂણે ધર્મના નામે ભેદી પ્રવૃતિઓ ધમધમવા લાગે છે. વ્‍યવસાયના પણ લગભગ દરેક ક્ષેત્ર પર વિદ્યર્મી આક્રમણની સ્‍થિતિ છે. ગામે-ગામ એ હવા ફેલાઇ ગઇ છે. ગુજરાતમાહં વધી ગયેલી ક્રાઇમની ઘટનાઓ અંગે રિસર્ચ થાય તો ખ્‍યાલ આવે કે દાદાગીરી-ગુન્‍હાખોરીમાં વિદ્યર્મીઅસામાજીક તત્‍વો અને પરપ્રાંતીઓ અગ્રેસર છે.

આ ઉપરાંત દાદાગીરી અને લવજેહાદ, હિન્‍દુ દેવી-દેવતાના નામે હોટલો  ધમધમવવાથી માાંડીને અનેક ન કરવાના કામો બેફામ ચાલી રહ્યા છે. ગુજરાતમાં ફસાવવાની ઘટનાઓ વ્‍યાપક પ્રમાણમાં બની રહી છે. પવિત્ર અને શાંત વિસ્‍તારોમાં નોનવેજનો હાટડો ફરીને સમગ્ર વિસ્‍તાર પર કાબૂ કરી લેવાન ઇરાદાઓ ચાલી રહ્યા છે. અશાંત ધારા લાગુ કરવા પડે છે. તે આ વાતની સાબિતી છે,

સામાન્‍ય હિન્‍દુ પરિવારોને ફસાવીને અસમાજિકો બેફામ બની જાય છે. હિન્‍દુ પરિવારો ફફડતા રહે છે, શરણે જવા મજબૂર બને છે. આવી સ્‍થિતિ રાજકોટ - સૌરાષ્‍ટ્રમાં વ્‍યાપક બની ગઇ છે. છતા હિન્‍દુ અસ્‍મિતાના નામે ગોકીરા કરનારને ચિંતા થતી નથી.

રાજકોટમાં હિન્‍દુઅસ્‍મિતાના નામે સાધુઓથી માંડીને સંસ્‍થાઓના અગ્રણીઓ પ્રસિધ્‍ધિ લેવા ઊંધા માથે થયા હતા. અમુક ભગવાધારીતો કથા હોય કે હિન્‍દુ અસ્‍મિતચાના નાટક હોય, પ્રસિધ્‍ધિ મેળવવા સતત થનગનતા રહે છે. તેમને પરમાત્‍મા નો પણ ડર નખી.

ગુજરાતમાં હિન્‍દુઓની અવદશા સામે ભાજપ નિસ્‍ક્રીય-મોૈન છે સરકારની તો ત્રેવડ હોય તેજ લાગતું નથી હિન્‍દુઓના મત લઇને નેતાઓ મામા બનાવી  રહ્યા છે. આ સામે તીવ્ર આક્રોશ ઉડવો જોઇએ. જો કે ગુજરાતની વાત આવે તો હિન્‍દુ અસ્‍મિતતાના ઝંડા ધારીઓ મુજરા કરવા લાગે છે. હિન્‍દુવાદીઓનું હિન્‍દુત્‍વ દંભી હોવાથી હિન્‍દુઓની બહુમતી હોવા છતા ગુજરાતમાં જેહાદીઓનો ભોગ બને છે.

 

(9:53 AM IST)