તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
બાળકને સશકત બનાવવું હોય તો રમત રમાડો, તે હારને પચાવતા શીખી જશેઃ ડો. મહાદેવપ્રસાદ મહેતા
જુનાગઢ શ્રી ભુતનાથ મહાદેવ મંદિરે ગૌશાળાના લાભાર્થે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં સંતો-ભાવિકોની ઉપસ્થિતિ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૭: ભૂતનાથ મહાદેવ મંદિરે ગૌશાળાના લાભાર્થે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથામાં શુક્રવારે ભગવાન શ્રીકળષ્ણનીવ ગોવર્ધનલીલાનુ વર્ણન કરવામાં આવ્યું હતું.
વ્યાસપીઠ પરથી ડો. મહાદેવપ્રસાદ મહેતાએ જણાવ્યું હતું કે, ભગવાન બાળકો સાથે ગોકુળમાં રમતો રમ્યા છે. જો તમારા બાળકોને સશકત બનાવવા હોય તો તેને રમતો રમાડો.રમત રમશે તો એ મોટો થશે ત્યારે હારને પચાવતા પણ શીખી જશે. તે ટીમવર્કથી કામ કરતા શીખી જશે. તેને કમસેકમ ૧ કલાક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં મોકલો તે શારીરિક રીતે મજબૂત બનશે. ચાતુર્માસ વિશે તેમણે કહ્યું હતું કે, ભગવાન વરસાદની ઋતુમાં દાળભાત જ જમે છે, શાક નથી ખાતા. ઈશ્વરને ઓળખવા માટે ભાવજગતનો મહિમા કરતાં તેમણે કહ્યું હતું કે, તમે વધુ પડતા કર્મ પ્રધાન થઈ જાવ ત્યારે ભગવાનને ઓળખી નથી શકતા. ભગવાનને ઓળખવા માટે મનમાં ભાવ હોવો જરૂરી છે. તમારામાં સંકલ્પ જેટલો મોટો હશે એટલી જ પ્રકળતિ પણ તમને વિશાળતા આપશે. શુક્રવારે કથા શ્રવણ માટે મહામંડલેશ્વર શ્રદ્ધાનંદજી, મહામંડલેશ્વર જગજીવનદાસબાપુ, મહામંડલેશ્વર કિશનદાસજી, આઈ શ્રી દેવલમા, પરબથી કરશનદાસબાપુ, સતાધારના વિજયબાપુ, ગોરક્ષનાથની જગ્યાના શેરનાથબાપુ, નાના પીરબાવા હિમાંશુગીરીજી, સ્વામી મંદિરના કોઠારી પ્રેમસ્વરૂપસ્વામી, પી પી સ્વામી, મહાદેવગિરીબાપુ, અમળતગીરીબાપુ - ચકાચક બાપુ, ઉપરાંત નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતન ત્રિવેદી, રાજ્ય ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોષી, આરએસએસના જીતુભાઈ ભીડી, સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
