તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
બરફની નીચે છુપાયેલુ શહેર ૬૦ વર્ષ પછી મળ્યું
૧૯૬૭ માં આ શહેરને છોડી દેવાયુ બાદમાં તેના ઉપર બરફ જમા થતો ગયો: આ શહેર સપાટીથી ઓછામાં ઓછું ૩૦ મીટર (૧૦૦ ફૂટ) નીચે બરફની અંદર દબાઈ ગયું.

ગ્રીનલૈન્ડ: નાસાના સ્કૈનથી ગ્રીનલેન્ડમાં બરફની નીચે દબાયેલા એક અજાણ્યા ગુમ શહેરનો પત્તો લાવ્યો છે. જે રીતે આ શહેર વિષે જાણકારી મેળવવામાં આવી, તે રીતે વૈજ્ઞાનિક અંટાર્કટિકા જેવા વાતાવરણમાં બરફની ચાદરની લંબાઈ અને પહોળાઈ માપવાનો પ્રયાસ કરાયો હતો. નાસાના ગલ્ફસ્ટ્રીમ III જેટ પર સવાર વૈજ્ઞાનિકોએ એપ્રિલ ૨૦૨૪ માં ઉત્તરી ગ્રીનલેન્ડની ઉપર ઉડાન ભરતી સમયે આધુનિક રડારઉપકરણ યુએવીએસએઆર નો ઉપયોગ કર્યો. આ ટેકનિકે બરફના ઊંડાણમાં છુપાયેલ સ્ટ્રક્ચરને સ્પષ્ટરૂપે માપવામા મદદ કરી.
વૈજ્ઞાનિકો દ્વારા લેવામાં આવેલ રડાર તસવીરે બરફની નીચે એક છુપાયેલું શીત યુદ્ધ-યુગના શહેરનો પત્તો લગાવ્યો છે. વૈજ્ઞાનિકો અને ઈન્જિનિયરોએ ઉત્તરી ગ્રીનની ઉપર ઉડાન ભરતી વખતે રડારથી તસ્વીરો લીધી હતી. આ શહેરનું નામ કૈમ્પ સેન્ચ્યુરી છે. તે એક સૈન્ય મથક હતું. તેને ૧૯૫૯ માં ગ્રીનલૈન્ડની બરફની ચાદરની સપાટી નીચે સુરંગોની જાળ કાપીને બનાવવામાં આવ્યું હતુ.
સંશોધનકર્તાઓનુ કહેવું છે કે ૧૯૬૭ માં આ શહેરને છોડી દેવામાં આવ્યું હતું, ત્યાર પછી તેના ઉપર બરફ જમા થતો ગયો. આ શહેર સપાટીથી ઓછામાં ઓછું ૩૦ મીટર (૧૦૦ ફૂટ) નીચે બરફની અંદર દબાઈ ગયું.નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના અલેક્સ ગાર્ડનરે કહ્યું કે અમે બરફની ચાદરને શોધી રહ્યા હતા અને કૈમ્પ સેન્ચ્યુરી બહાર આવી ગયું. અમને પહેલાં ખબર ન હતી કે, અહીં શું છે.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
