News of Saturday, 7th December 2024
બાંગ્લાદેશમાં થતા અત્યાચાર મામલે કોંગ્રેસ મૌન :મુસ્લિમ મત માટે સંભલ સંભલની બૂમો પાડે છે :માયાવતીના પ્રહાર
ભાજપના નેતૃત્વમાં ચાલી રહેલી કેન્દ્ર સરકારે આગળ વધીને પોતાની જવાબદારી નિભાવવી જોઈએ

બસપાના વડા માયાવતીએ કહ્યું કે, “પડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુઓ મોટી સંખ્યામાં અપરાધોનો શિકાર બની રહ્યા છે. તેમાંથી મોટાભાગના દલિત અને નબળા વર્ગના લોકો છે. કોંગ્રેસ પાર્ટી મૌન છે અને હવે માત્ર મુસ્લિમ મતો માટે સંભલ સંભલની બૂમો બૂમો પાડી રહી છે. આ મામલે કોંગ્રેસ, સપા અને તેના સમર્થકો એક જ થાળીમાં છે. આવી સ્થિતિમાં ભાજપના નેતૃત્વમાં ચાલી રહેલી કેન્દ્ર સરકારે આગળ વધીને પોતાની જવાબદારી નિભાવવી જોઈએ, જેથી શોષણ થઈ રહેલા દલિત વર્ગના લોકોને વધુ નુકસાન ન ભોગવવું પડે કે નુકસાન વેઠવું ન પડે. ત્યાંની સરકાર સાથે વાત કરીને તેમને ભારત પાછા લાવવા પડશે."
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
