તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
ભુગર્ભનું ઢાંકણું તુટેલું છે? મનપામાં કરો જાણ
ટોલ ફ્રી નંબર, વેબસાઇટ તથા વોટસઅપ નંબર જાહેરઃ વોર્ડ ઓફિસ/ઝોન ઓફિસમાં પણ ફરિયાદ કરી શકાશે

રાજકોટ તા.૭: મહાનગરપાલિકાનાં રસ્તા પર તુટેલા ભુગર્ભ ગટરના ઢાંકણા અને ફ્રેમનાં કારણે થતાં અકસ્માતોનાં નિવારણ અર્થે તેમજ સલામતી માટે નાગરીકોને ભુગર્ભ ગટરનાં મેનહોલનાં તુટેલ ઢાંકણા ધ્યાનમાં આવ્યેથી મહાનગરપાલિકાનાં ટોલ ફ્રી નં.-૧૫૫૩૦૪, વેબ-સાઇટ www.rmc.gov.in, વોટસઅપ નં.-૯૫૧૨૩૦૧૯૭૩ પર જાણ કરવી અથવા જે-તે વિસ્તારની વોર્ડ ઓફિસે કે લગત ઝોન ઓફિસે જાણ કરવી.
વિશેષમાં નાગરીકોએ કોઇપણ પ્રકારનાં પાણીનાં નિકાલ માટે ભુગર્ભ ગટરનાં ઢાંકણા ખોલવા કે તોડવા નહિ. જેથી મુખ્ય રસ્તા કે શેરીઓમાં વાહન વ્યવહારમાં અડચણ ન થાય અને આ કારણોસર થતાં અકસ્માતોને નિવારી શકાય. આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
(4:13 PM IST)










