<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

કચ્છના માંડવીમાં પોલીસ સ્ટેશન ઉપર તલવાર, ફરસી અને ધોકા વડે હુમલો કરનાર ૪ આરોપીઓની ગુજસીટોક હેઠળ ધરપકડ

ભુજ :પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગુજસીટોક હેઠળ પ્રથમ વાર હાથ ધરાયેલ કાર્યવાહીમાં પોલીસ સ્ટેશન ઉપર ઘાતક હથિયારો વડે હુમલો કરનાર ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ આ બાબતે માહિતી આપી હતી. ગત તા.૧૬.૧૧ ના પાંચોટીયા ના પુનશી આલા ગઢવી સહિતના સાગરિતોએ વોન્ટેડ બુટલેગર દેવરાજ ગઢવીની માંડવી પોલીસે ધરપકડ કર્યા બાદ આરોપીઓએ  માંડવી પોલીસ મથકે તલવાર, ફરસી, ધોકા વડે તોડફોડ સહિત પોલીસ પર જાનલેવા હુમલો કર્યો હતો. આ ઘાતક હુમલો કરનાર આરોપીઓ પુનસી આલા ગઢવી, હરિ આલા ગઢવી, શામળા થારૂ ગઢવી તેમજ ગોપાલ રામ ગઢવી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાઈ છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ આ કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી.

(5:41 PM IST)