<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

ખ્યાતિકાંડમાં 112 દર્દીઓનાં મોત મામલે SITની રચના થશે : ફોરેન્સીક એક્સપર્ટ અને સિનિયર અધિકારી તપાસમાં જોડાશે

આગામી સમયમાં મેડીકલ એક્સપર્ટ, ફોરેન્સીક એક્સપર્ટ અને અન્ય સિનિયર પોલીસ અધિકારી સહિત નિષ્ણાંતો સાથે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની નિમણૂક કરાશે.

અમદાવાદ :ખ્યાતિ હોસ્પિટલકાંડમાં પીએમજેએવાય દ્વારા 45 ટકા જેટલી સર્જરી ડોક્ટર ટોળકીએ કરીને કરોડો રૂપિયા કમાયા છે. ત્રણ વર્ષમાં સર્જરી થયેલ 112 દર્દીઓના મોતને લઈને ગૃહવિભાગ દ્વારા એક બેઠક બોલાવાઈ હતી. ત્યારે આગામી સમયમાં મેડીકલ એક્સપર્ટ, ફોરેન્સીક એક્સપર્ટ અને અન્ય સિનિયર પોલીસ અધિકારી સહિત નિષ્ણાંતો સાથે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની નિમણૂક કરાશે.

આ કૌભાંડમાં પીએમજેએવાયના અધિકારીઓની સંડોવણી છે કે નહિ તે હજુ સ્પષ્ટ થઈ રહ્યું નથી હાલાં નિવેદનોના આધારે તપાસ ચાલતી હોવાથી ગૃહવિભાગ દ્વારા રિપોર્ટ પણ મંગાયો છે. જ્યારે ક્રાઈમબ્રાન્ચ અને SITને સાથે રાખીને આ કેસમાં વધુ તપાસ કરાવાશે.

આ તપાસ દરમ્યાન પીએમજેએવાય તેમજ વીમા કંપનીઓની સંડોવણી સામે આવશે તો વધુ ગુના દાખલ કરાશે. શનિવારે પોલીસ નિષ્ણાંતોને સાથે રાખીને ડોક્ટરોએ કઇ કેટલી સર્જરી કરી, કેવી રીતે કરી તે તમામ વિગતો મેળવીને તપાસ કરશે.

(11:54 AM IST)