તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આવતીકાલે રશિયાના ત્રણ દિવસના પ્રવાસે જશે
રાજનાથ સિંહ અને રશિયન રક્ષા મંત્રી એન્ડ્રે બેલોસોવ 10 ડિસેમ્બરે મોસ્કોમાં યોજાનારી બેઠકની સહ અધ્યક્ષતા કરશે.

નવી દિલ્હી : રક્ષા મંત્રી રાજનાથ સિંહ આવતીકાલે રશિયાના ત્રણ દિવસના પ્રવાસે જશે. આ દરમિયાન, તેઓ રશિયાના મોસ્કોમાં ભારત-રશિયા આંતર-સરકારી કમિશન ઓન મિલિટરી ટેકનિકલ કોઓપરેશન (IRIGC-M&MTC)ની 21મી બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. માહિતી આપતાં રક્ષા મંત્રાલયે કહ્યું કે આ મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ અને રશિયન રક્ષા મંત્રી એન્ડ્રે બેલોસોવ 10 ડિસેમ્બરે મોસ્કોમાં યોજાનારી બેઠકની સહ અધ્યક્ષતા કરશે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
