તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Saturday, 7th December 2024
ધીરગુરૂદેવના સાંનિધ્યે કાલે ઇન્દોરમાં નવ્ય ધર્મસંકુલની શિલારોપણ વિધિ

રાજકોટ, તા. ૦૭ઃ શ્રી ગુજરાતી સ્થાનકવાસી જૈન સંઘ-ઇન્દોરના ઉપક્રમે ડુંગર દબાર, લાભ મંડપમ, રેસકોર્ષ રોડ ખાતે પૂ.શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં ૧૦ કરોડના ખર્ચે નિર્માણધીન નવ્ય ધર્મસંકુલનો શિલારોપણ વિધિ દાતાઅોના હસ્તે કરવામાં આવશે.
હેમંતભાઇ કોઠારીના નિવાસે નગર પ્રવેશ અને હિમાંશુ બોટાદરાના નિવાસે પ્રવેશ બાદ જૈન ભવનમાં બે દિવસીય પ્રવચન અને તા. ૭ ના વિક્રમભાઇ દેસાઇના નિવાસે પ્રવચન યોજાયેલ. ભાવિકોઍ સુવર્ણદાનમાં અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો.
જૈન બોર્ડિગના વિમલ પારેખ, વિપુલ પંચમીયા ઍ ઉદ્ધાટન પ્રસંગે પધારવા વિનંતી કરેલ. કાલે તા. ૮ ને રવિવારે સવારે નિમેષ કોઠારીના નિવાસે ૭-૩૦ કલાકે નવકારશી બાદ ૮-૩૦ કલાકે શોભાયાત્રા અને ૯ થી ૧ર શિલારોપણ વિધિ બાદ સંઘ જમણ યોજાશે.(૬.૯)
(3:27 PM IST)










