<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

રાજકોટમાં જેડી વેડીંગ મોલનો કાલથી પ્રારંભ

 

રાજકોટઃ અહિં ૧પ૦ ફુટ રીંગરોડ બીગબઝારની સામે લેવલ-૬ બિલ્‍ડીંગના ત્રીજા માળે સૌરાષ્‍ટ્રનો પ્રથમ કહી શકાય અને સૌથી મોટા રોઝ ગોલ્‍ડ જવેલરી અને વેડીંગ મોલ ‘‘જેડી વેડીંગ મોલ'' નો આવતીકાલે તા.૮ ના રવિવારના શુભદિવસથી શુભારંભ થઇ રહયો છે. જવેલરીના બિઝનેશ ક્ષેત્રે ૩૦ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા અમિતભાઇ રૂપારેલીયા જણાવે છે કે અહિં જવેલરીને લગતી તમામ નવી ડિઝાઇનવાળી આઇટમો તેમજ વેડિંગને લગતી અવનવી પ્રોડકટ અહીં મળી રહેશે. જાહેર જનતાને અચુક મુલાકાત લેવા અનુરોધ કરાયો છે. તસ્‍વીરમાં જેડી વેડીંગ મોલના શુભારંભ પ્રસંગે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આમંત્રણ આપતા અમિતભાઇ રૂપારેલીયા નજરે પડે છે. આ પ્રસંગે જાણીતા ઓર્થોપેડિક સર્જન અને રાજકોટ લોહાણા સમાજના કારોબારી પ્રમુખ ડો.નિશાંત ચોટાઇ પણ ઉપસ્‍થિત રહયા હતાં.

(3:16 PM IST)