તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
ગીર-સોમનાથ-પોરબંદર-જૂનાગઢ રેંન્જ આઇ.જી. નિલેશ જાજડીયાનો જન્મ દિવસ

જૂનાગઢઃ પ્રભાસ-પાટણ, તા. ૭ જૂનાગઢ પોલીસ રેંન્જ આઇ.જી. નિલેશ જાજડીયાનો જન્મ દિવસ છે. આજે તા. ૭ ડીસેમ્બરના મુળ ભાવનગરના વતની અને તારીખ ૭-૧ર-૮૦ ના રોજ જન્મેલા તેઓ વર્ષ ર૦૦૬ ના બેચના આઇ.પી.એસ. કેડર અધિકારી છે.
બી.ઇ. મીકેનીકલ ઇન્જીનીયર, એમ.ડી.પી.એમ. અભ્યાસ કરી ગુજરાત પોલીસ દળમાં જોડાયા. આ અગાઉ તેઓ કોસ્ટલ આઇ.જી. વેર્સ્ટન રેલ્વે એસ.પી., મહેસાણા એસ.આર.પી. ગ્રુપ-૧પ કમાન્ડર, જૂનાગઢ જીલ્લા એસ.પી.,
પોરબંદર નવસારી એસ.પી., મોરબી રાજકોટ એ.એસ.પી., રાજકોટ મદદનીશ પોલીસ કમીશ્નર અને હાલ જૂનાગઢ રેંન્જ આઇ.જી. તરીકે કાર્યરત સારી નમ્ર સ્વભાવ-સફળ કામગીરી ફરજનિષ્ઠા થી યશસ્વી કામગીરી બજાવી રહેલ એવા તેઓને જન્મદિન પ્રસંગે ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્છાઓનો વરસાદ વરસી રહયો છે.
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
