<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

હ્યુન્‍ડાઈ મોટર્સ બાદ હવે બીજી કોરિયન કંપની LG ઇલેક્‍ટ્રોનિક્‍સ IPO લાવી રહી છે

LG ઇલેક્‍ટ્રોનિક્‍સ તેના ૧૦,૧૮,૧૫,૮૫૯ ઇક્‍વિટી શેર્સ (શેર દીઠ રૂ. ૧૦ ફેસ વેલ્‍યુ) વેચશે

મુંબઇ, તા.૭: દક્ષિણ કોરિયાની કંપની LG ઇલેક્‍ટ્રોનિક્‍સની ભારતીય શાખા LG ઇલેક્‍ટ્રોનિક્‍સ શુક્રવારે બજાર નિયમનકાર SEBI પાસે IPO માટે દસ્‍તાવેજો સબમિટ કર્યા છે. આ IPO હેઠળ, કંપનીની મૂળ કંપની LG ઇલેક્‍ટ્રોનિક્‍સ તેનો ૧૫% હિસ્‍સો (૧૦.૧૮ કરોડ શેર) વેચશે

આ IPO સંપૂર્ણપણે વેચાણ માટે ઓફર (OFS) હશે એટલે કે તેમાં કોઈ નવા શેર જારી કરવામાં આવશે નહીં. LG ઇલેક્‍ટ્રોનિક્‍સ આ IPOમાંથી કોઈ ભંડોળ પ્રાપ્‍ત કરશે નહીં. જે પણ ભંડોળ એકત્ર કરવામાં આવશે તે LGની પેરેન્‍ટ કંપની LG ઇલેક્‍ટ્રોનિક્‍સ  (દક્ષિણ કોરિયા)ને જશે.

LG ઇલેક્‍ટ્રોનિક્‍સ તેના ૧૦,૧૮,૧૫,૮૫૯ ઇક્‍વિટી શેર્સ (શેર દીઠ રૂ. ૧૦ ફેસ વેલ્‍યુ) વેચશે.

IPOની પ્રાઇસ બેન્‍ડ અને ઓફર પ્રાઇસ બજારની માંગ અને અન્‍ય પરિબળોના આધારે નક્કી કરવામાં આવશ

કંપનીએ કહ્‍યું કે સ્‍ટોક એક્‍સચેન્‍જમાં લિસ્‍ટિંગથી તેની બ્રાન્‍ડની ઓળખમાં વધારો થશે, શેર સરળતાથી ખરીદી અને વેચવામાં આવશે અને બજાર લોકો માટે ખુલ્લું રહેશે.

LG ઇલેક્‍ટ્રોનિક્‍સ એ મુખ્‍ય હોમ એપ્‍લાયન્‍સ અને કન્‍ઝ્‍યુમર ઇલેક્‍ટ્રોનિક્‍સ કંપની છે. તેના ઉત્‍પાદનો માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ વેચાય છે. કંપની B2C (ડાયરેક્‍ટ ગ્રાહક) અને B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) બંને ગ્રાહકોને સેવા આપે છે. વધુમાં, તે તેના ઉત્‍પાદનો માટે સ્‍થાપન, સમારકામ અને જાળવણી સેવાઓ પણ પ્રદાન કરે છે

કંપનીના મેન્‍યુફેક્‍ચરિંગ પ્‍લાન્‍ટ્‍સ નોઈડા (ઉત્તર પ્રદેશ) અને પુણે (મહારાષ્ટ્ર)માં સ્‍થિત છે. તે વોશિંગ મશીન, રેફ્રિજરેટર્સ, એલઇડી ટીવી પેનલ્‍સ, ઇન્‍વર્ટર એસી અને માઇક્રોવેવ્‍સ જેવા ઉત્‍પાદનોનું ઉત્‍પાદન અને વેચાણ કરે છે

FY24માં કામગીરીમાંથી કંપનીની આવક રૂ. ૬૪,૦૮૭.૯૭ કરોડ હતી.કંપનીએ એક્રર રોકાણકારો માટે ૬૦% QIB (ક્‍વોલિફાઇડ ઇન્‍સ્‍ટિટયૂશનલ બાયર્સ) હિસ્‍સો અનામત રાખ્‍યો છે.એક્રરનો એક તળતીયાંશ હિસ્‍સો સ્‍થાનિક મ્‍યુચ્‍યુઅલ ફંડ્‍સ માટે આરક્ષિત રહેશે.

જો આ આઈપીઓ લિસ્‍ટ થશે તો હ્‍યુન્‍ડાઈ મોટર્સ ઈન્‍ડિયા પછી ભારતીય શેરબજારમાં ટક્કર આપનારી તે બીજી દક્ષિણ કોરિયન કંપની હશે.(

(10:16 AM IST)