<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

વહેલી સવારે ઠંડીનો ચમકારો

રાજકોટ ૧૫.૨, જામનગર ૧૫.૫ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા.૭: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આજે રાજકોટમાં ૧૫.૨, જામનગરમાં ૧૫.પ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. છેલ્લા બે દિવસથી મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડીની વધુ અસર અનુભવાઇ રહી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૫.૫, મહતમ તાપમાન ૩૦, ભેજનું પ્રમાણ ૮૪%, પવનની ગતી ૩.૨ કિ.મી. રહી છે.(૨.૨૪)

પોરબંદરમાં બેઠો ઠાર

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૭ બે દિવસથી સવાર અને સાંજ બેઠો ઠાર રહે છે ગુરુતમ ઊષ્‍ણતામાન ૩૦.૪ સે.ગ્રે. લઘુતમ ઊષ્‍ણતામાન ૧૫.૧ સે.ગ્રે. હવાનું દબાણ ૧૦૧૪ એચ.વી.એ.સૂર્યોદય ૭.૧૭ સૂર્યાસ્‍ત ૬.૮

(1:32 PM IST)