તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
હું આ કેસ વિશે જાણતો જ નથી, મને ઝહીર સોલંકીએ આ કેસ આપ્યો હતો, હું આ ભાઈને ઓળખતો પણ નથી અને મેં એમનું ઘર પણ નથી જોયુ, મને બારોબાર આ કેસ અડાલજથી આપવામાં આવ્યો છે : મહેસાણામા નસબંધી કાંડમાં ટાર્ગેટ મામલે સસ્પેન્ડ થયેલા હેલ્થ વર્કર શેહજાદ અજમેરીનો દાવો
માસ્ટર માઇન્ડ ઝહીર સોલંકી, તેમની સાથે ભેમાભાઈ ઠાકોર : સરકાર હાલ આનું પખવાડિયું ચલાવી રહી છે ત્યારે સામેના પુરુષની રજામંદી લઇને જ અમે નસબંધી કરીએ છીએ,અમને કોઈ ટાર્ગેટ આપવામાં આવતા નથી

મહેસાણા તા.૭ : રાજ્યમાં એક બાદ એક કાંડ સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે નસબંધી કાંડને લઈને રાજ્યમાં ભારે ચર્ચાએ જોર પકડયું છે. મહેસાણાના અપરણિત યુવકની નસબંધી કરતાં અનેક સવાલો ઉઠયા છે. ત્યારે હવે નસબંધી કાંડમાં ધનાણીના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર શેહજાદ અજમેરીએ મોટું નિવેદન આપયુ છે. તેમણે કહ્યું કે, હું આ કેસ વિશે જાણતો જ નથી. મને ઝહીર સોલંકીએ આ કેસ આપ્યો હતો . મને બારોબાર આ કેસ અડાલજથી આપવામાં આવ્યો છે.
ધનાણીના સસ્પેન્ડ થયેલા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર શેહજાદ અજમેરીએ દાવો કરતા જણાવ્યુ છે કે, હું આ કેસ વિશે જાણતો જ નથી. મને ઝહીર સોલંકીએ આ કેસ આપ્યો હતો. હું આ ભાઈને ઓળખતો પણ નથી અને મેં એમનું ઘર પણ નથી જોયું. મને બારોબાર આ કેસ અડાલજથી આપવામાં આવ્યો છે. મારું નામ ખોટી રીતે આમા ચગાવવામાં આવ્યુ છે. આનો માસ્ટર માઇન્ડ ઝહીર સોલંકી જ છે તેમની સાથે ભેમાભાઈ ઠાકોર પણ છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, સરકાર હાલ આનું પખવાડિયું ચલાવી રહી છે. ત્યારે સામેના પુરુષની રજામંદી લઇને જ અમે નસબંધી કરીએ છીએ. અમને કોઈ ટાર્ગેટ આપવામાં આવતા નથી.
જાણો શું છે મામલો
મળતી વિગતો અનુસાર મહેસાણા તાલુકાના નવી શેઢાવી ગામના અપરિણીત 30 વર્ષિય શ્રમજીવી યુવાનને ખેતરમાં મજૂરી અપાવવાના બહાને ધનાલી કેન્દ્રનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર શહેજાદ અજમેરી લઇ ગયો હતો. યુવાનને અમદાવાદ નજીક અડાલજ સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને ત્યાં નસબંધી ઓપરેશન કરી દેવાયું.યુવાનની જાણ બહાર એની નસબંધીનું ઓપરેશન કરી દેવાયું હતું. જોકે બીજા દિવસે યુવાનને દુ:ખાવો યુવાને પરિવારજનોને વાત કરતાં થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ટારગેટ પુરો કરવાના ચક્કરમાં સરકારી તંત્રએ યુવાનની જીંદગી બરબાદ કરી દેવાની ચર્ચાથી સમગ્ર મામલે હડકંપ મચી ગયો છે.
જાણો શું કહ્યું હતું CDHO એ
નસબંધી કાંડ મામલે મહેસાણા CDHO ડૉ.મહેશ કાપડિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, સુરજ સીએચસીના ધનાલી કેન્દ્રના હેલ્થ વર્કર શહેજાદ અજમેરી સામે કાર્યવાહી કરાશે. નસબંધી ઓપરેશનનો વાર્ષિક ટારગેટ પુરો કરવા સરકારની ગાઇડલાઇન વિરુદ્ધ કામગીરી કરી હોવાથી ખાતાકીય તપાસ અને સસ્પેન્શન સહિતની કડક કાર્યવાહી કરાશે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
