તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
મહીસાગરમાં ધી સંત તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ભગવો લહેરાયો :પ્રથમવાર ભાજપના ચેરમેન નિમાયા
ચેરમેન તરીકે માજી ધારાસભ્ય ડૉ. માનસિંગ ભમાતની નિમણૂ કરાઈ. જ્યારે વાઈસ ચેરમેન તરીકે શંકર તાવિયાડની પસંદગી

મહીસાગરમાં ધી સંત તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં પ્રથમવાર ભગવો લહેરાયો છે ચૂંટણી બાદ સંતરામપુરમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રથમ બેઠક યોજાઈ હતી.. જેમાં સર્વ સંમતિથી ધી સંત સહકારી સંઘમાં ભાજપના ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂંક કરવામાં આવી છે, ચેરમેન તરીકે માજી ધારાસભ્ય ડૉ. માનસિંગ ભમાતની નિમણૂ કરાઈ. જ્યારે વાઈસ ચેરમેન તરીકે શંકર તાવિયાડની પસંદગી કરવામાં આવી છે . સંતરામપુર અને કડાણા તાલુકામાં સસ્તા અનાજની કુલ 11 દુકાન તેમજ એક ગોડાઉન સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1948થી કાર્યરત સંઘમાં પ્રથમ વખત ભાજપના ચેરમેન નિમવામાં આવ્યા છે .
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
