<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

મોરબીના સિક્‍યુરીટી ગાર્ડ શૈલેષે એસિડ ગટગટાવી લેતાં રાજકોટ સારવારમાં

બેભાન હોઇ કારણ અકળઃ પરિવારજનો પણ અજાણ

રાજકોટ તા. ૭: મોરબીમાં લાયન્‍સનગરમાં રહેતાં શૈલેષ અરજણભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૫) નામના યુવાને રાતે રવાપર રોડ પર આવેલી એચડીએફસી બેંક પાસે એસિડ પી લેતાં પરિવારજનોને જાણ થતાં  મોરબી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલમાં ખસેડયો છે.

શૈલેષ બે ભાઇ અને એક બહેનમાં નાનો છે અને બેંકમાં સિક્‍યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેણે ગત રાતે અકળ કારણોસર આ પગલુ ભરી લધુ હતું. બેભાન હોઇ કારણ જાણવા મળ્‍યું નથી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ મોરબી એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

(4:13 PM IST)