<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

દિલ્હીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ડરામણી બની ગઈ છે: કેજરીવાલ

કેજરીવાલે પ્રહાર કરતા કહ્યું - છેલ્લા દોઢ મહિનામાં દિલ્હીમાં ગેંગ વોર અને ફાયરિંગની અનેક ઘટનાઓ બની

નવી દિલ્હી : AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, “દિલ્હીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ડરામણી બની ગઈ છે. ખુલ્લેઆમ ગોળીબાર થાય છે, છરાબાજી થાય છે..ગુનેગારોને આટલી હિંમત કેવી રીતે આવી કે તેઓ દિલ્હીની સડકો પર ખુલ્લેઆમ ગોળીબાર કરી રહ્યા છે. છેલ્લા દોઢ મહિનામાં દિલ્હીમાં ગેંગ વોર અને ફાયરિંગની અનેક ઘટનાઓ બની છે. દિલ્હીમાં વેપારીઓને કરોડો રૂપિયાની ખંડણી માટે ખુલ્લેઆમ ફોન આવે છે, આવા અનેક કિસ્સાઓ છે અને આ તમામ કેસમાં શૂટર્સ પકડાય છે પણ જે ખંડણી માંગે છે તે અસલી સૂત્રધાર ખુલ્લેઆમ ફરે છે.

(7:07 PM IST)