તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Saturday, 7th December 2024
સુરતમાં “ક્રેડાઈ”એ નવી જંત્રીના નિર્ણય સામે બાંયો ચડાવી
સરકારનો સર્વે યોગ્ય નથી. વર્ષ 2023માં જંત્રીના ભાવ ડબલ કર્યા બાદ હવે જંત્રીમાં વધારો યોગ્ય ન હોવાની રજૂઆત

સુરત : જંત્રી અંગે વાંધા લેવાની અરજીમાં એક મહિનાની મુદ્દત વધારાના સરકારના નિર્ણય બાદ પણ નવી જંત્રી સામે વિરોધ યથાવત છે. સુરતમાં “ક્રેડાઈ”એ નવી જંત્રીના નિર્ણય સામે બાંયો ચડાવી છે. રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશનની માગણી છે કે સર્વે માટે એક મહીનાનો સમય આપ્યો તે વધારીને 18 મહિનાનો સમય ગાળો કરવામાં આવે…
રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશને સરકારના સર્વે સામે પણ સવાલ ઉઠાવતા કહ્યું કે સરકારનો સર્વે યોગ્ય નથી. વર્ષ 2023માં જંત્રીના ભાવ ડબલ કર્યા બાદ હવે જંત્રીમાં વધારો યોગ્ય ન હોવાની રજૂઆત. સર્વે માટે સરકાર સમય નહીં વધારે તો આગામી સોમવારે બિલ્ડર એસોસએશન રાજ્યના તમામ જિલ્લા મથકમાં આવેદન પત્ર આપીને વિરોધ નોંધાવશે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
