તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
અનુપસિંહ ગેહલોતના રીપોર્ટથી કેન્દ્ર ચોકયું... આયુષ અને આરોગ્ય વિભાગની ટીમ સુરત આવશે...
બે દશકાથી વધુ સમયથી ચાલતા ગુજરાત અને દેશના સહુથી મોટાં સુરતના મેડિકલ નકલી ડિગ્રીના કૌભાંડનો પર્દાફાશની ભિતરી કથા અકિલા સમક્ષ ડીસીપી વિજય ગુર્જર વર્ણવે છે... ઇલેકટ્રો હોમિયોપેથી વિષે લોકો વધુ જાણતા ન હોવાનું ભેજાબાજ રશેષ ગુજરાતીના ધ્યાને આવતા બી.કે. રાવત સાથે મળી નકલી ડીગ્રીઓની ફેકટરી ઊભી કરવાનો વિચાર સ્ફૂર્યો. અમલમાં પણ તુરત મૂકી દીધેલ

રાજકોટઃ તા.૭ માત્ર ગુજરાત જ નહિ દેશના સહુથી મોટા મેડિકલ ડિગ્રી કૌભાંડ કહી શકાય તેવું અધધ રેકેટનો પર્દાફાશ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનાં સધા માર્ગદર્શન હેઠળ જેમની ટીમે કર્યો છે. તેવા સુરતના કાયદક્ષ ડીસીપી વિજય ગુર્જરે અકિલા સાથેની વાતચીતમાં ડોકટર બનાવતી નકલી ડીગ્રીઓનાં ષડયંત્રનો પર્દાફાશ કેવી રીતે થયો તેની રસપ્રદ વિગતો વર્ણવી છે.
૧૦ ડોકટરો સહિત અન્ય ત્રણ મળી કુલ ૧૩ ની ધરપકડ સાથે રિમાન્ડ દરમિયાન ઘણા બીજા પર્દાફાશ થતા ઘરપકડ ખૂબ મોટા પાયે કરવામાં આવશે તે નકકી માનવામાં આવી રહ્યું છે.
દરમિયાન ડીસીપી વિજય ગુર્જર અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત વચ્ચે મહત્વની બેઠક બાદ આ મામલે અનુપમસિંહ ગેહલોત દ્વારા કેન્દ્રનાં આયુસ મંત્રાલયને અને આરોગ્ય વિભાગને જાણ કરવાના પગલે દિલ્હીથી એક ખાસ ટીમ સુરત આવી રહ્યાનું વિશ્વસનીય સૂત્રોએ અકિલાને જણાવ્યું છે. પોલિસે મહત્વના પુરાવા તરીકે બોગસ ડીગ્રીઓ, દવા, ઇન્જેકશન વિગેરે કબજે કર્યા છે.
ડીસીપી વિજય ગુર્જરે અકિલા સાથેની વાતચીતમાં આ જબરજસ્ત કૌભાંડ ર૦૦ર થી ચાલી રહ્યાનું બહાર આવેલ છે. જે બાબતે વિશેષ પુરાવો મેળવાય રહ્યો છે.
પોલીસ પૂછપરછમાં રશેષે જણાવ્યું કે, તેમણે વર્ષ ર૦૦ર માં સુરત ગોપીપુરાના કાજી મેદા રત્નસાગર સ્કૂલની સામે ગોવિંદ પ્રભાવ આરોગ્ય સંકુલની ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટ હેઠળ તેઓ ગોવિંદ પ્રભાવ આરોગ્ય સંકુલ કોલેજ ચલાવતા હતા.
મીડિયા સાથે વાત કરતા ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (ડીસીપી) વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, ‘‘ કોલેજમાં વધુ નફો ન થતાં રશેષે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી અલગઅલગ ડોકટર ડિગ્રીઓનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમના ધ્યાન પર આવ્યું કે સામાન્ય લોકો ઇલેકટ્રો હોમિયોપેથી વિશે વધુ જાણતાં નથી. એટલા માટે તેમને BEMS નામની એક નકલી ડિગ્રી ઊભી કરી દીધી અને અમદાવાદ રહેતા ડોકટર બીકે રાવત સાથે મળી આ વ્યવસાય શરૂ કરી દીધો હતો.''
તેઓ કોઇપણ વ્યકિતને ૭૦ થી ૮૦ હજાર રૂપિયા સુધીની ફી લઇ અઠવાડિયામાં જBEMSની ડિગ્રી, આઇ કાર્ડ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને માર્કશીટ આપી દેતા હતા. મહત્વની વાત એ છે કે આ ડિગ્રી આપ્યા બાદ બંને પૈસા આપનાર વ્યકિતને કિલનિક કે દવાખાનું ચલાવી શકો છો તેવી બાંહેધરી આપતા હતા. જો કોઇ તકલીફ થાય તોદરેક પ્રકારની મદદની ખાતરી પણ આપતા હતા. આ ઉપરાંત ડિગ્રી મેળવનાર વ્યકિત જો કોઇ બીજી વ્યકિતને સંસ્થામાં એડમિશન માટે લઇ આવે તો તેને પણ પ હજાર રૂપિયાનું કમીશન આપતું હતું.
આ ઉપરાંત સર્ટિફિકેટ મેળવીને પોતે ડોકટર તરીકે મેડિકલ પ્રેકિટસ કરી શકશે તેવી બાંહેધરી પણ આપતો હોવાની વાત સામે આવી હતી. પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી રશેષ ગુજરાતના સુરતમાં પાલનપુર જકાતનાકા સ્થિત બાલાજી કૃપા સોસાટીના એ-૩ર નંબરના મકાનમાં રેડ કરી હતી.
ઘરે તપાસ કરતાં ત્યાંથી રજિસ્ટ્રેશન ફોર્મ, ડોકટર રજિસ્ટ્રેશનનુ રજિસ્ટ્રેશન, ર્માકશીટ BEMS ડિગ્રીનું એપ્લિકેશન ફોર્મ, હાઇકોર્ટનો ઓર્ડર, આઇકાર્ડ સાથે સાત સર્ટિફિકેટ, પાંચ કોરા સર્ટિફિકેટ અને બીજા મહત્વનાં કાગળો મળી આવ્યા હતા.
રશેષની પૂછપરછ બાદ સુરત પોલીસની ટીમે અમદાવદ જઇને બી કે રાવત એટલે કે ભુપેન્દ્ર સુરજભાન રાવતની ધરપકડ કરી હતી.
તેમની પૂછપરછમાં સામે આવ્યું કે ડોકટર રશેષ સાથે તેમની મુલાકાત રાજીવ ગાંધી ઇલેકટ્રો હોમિયોપેથી મેડિકલ કોલેજમાં થઇ હતી. આ કોલેજમાં જ બંનેએ સાથે મળી આ બોગસ કોર્સ ઊભો કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો. આ માટે રશેષ ગુજરાતી બી કે રાવતને ૩૦ ટકા કમિશન પણ આપતો હતો. સુરત પોલીસ અનુસાર અત્યાર સુધીમા઼ ૧૪૦૦ થી ૧પ૦૦ લોકોનું રજીસ્ટ્રેશન BEMS ની ડિગ્રી માટે કર્યું હતું.
સુરત પોલીસના જણાવ્યા અનુસાર તેમને માહિતી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં ત્રણ ડોકટરો વગર ડિગ્રીએ એલોપેથીક દવાખાનું ચલાવી રહ્યાં છે. પોલીસની ટીમે પાંડેસરાના તુલસીધામ સોસાયટી, ઇશ્વર નગર અને કૈલાશ ચોકડીથી નકલી ડીગ્રી સાથે તબીબી પ્રેકિટસ કરતાં ડોકટરોની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા બોગસ ડોકટરની ઓળખ શશીકાંત મહંતો, સિદ્ધાર્થ દેવનાથ અને ર્પાર્થ દેવનાથ તરીકે કરવામાં આવી છે. પોલીસે ત્રણેય પાસેથી વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેકશન અને સીરપ ઉપરાંત બીએમએસની ડિગ્રી સહિત પર હજાર ર૦૧ રૂપિયાનો મુદ્ામાલ કબજે કર્યો હતો.
પોલીસે ત્રણેય ડોકટરોની પૂછપરછ કરતાં રશેષ ગુજરાતીનું નામ ખૂલ્યું હતું રશેષ ગોવિંદ પ્રભાવ આરોગ્ય સંકુલ કોલેજ નામની કોલેજ ચલાવતો હતો અને કોલેજનાં નામે ઇલેકટે હોમિયોપેથીના સર્ટિફિકેટ આપતો હતો.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
