<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસકર્મીની પત્નીએ દિકરા સાથે ફલેટના ત્રીજા માળેથી પડતુ મુકી આપઘાત કરી લેતા હાહાકાર : 7 વર્ષનાં દિકરા રિધમ વાણીયાને ફ્લેટ પરથી નીચે ફેંકી મોત નિપજાવી અને બાદમાં વિરાજ બેન વાણીયાએ પણ ફ્લેટમાંથી ઝંપલાવ્યું

પોલીસની પ્રાથમિક તપાસમાં આપધાત કરનાર માતા વીરાજબેન વાણિયાને માનસિક બિમારીની દવા ચાલતી હોવાનું સામે આવ્યુ અને બાળક રિધમ વાણીયા માનસિક અસ્થિર હોવાનું ખુલ્યું

 અમદાવાદ તા.૭ : નરોડા વિસ્તારમાં વહેલી સવારે માતા પુત્રનાં આપધાતની ચકચારી ઘટના સામે આવી છે. 7 વર્ષનાં દિકરા સાથે માતાએ ફ્લેટ પરથી મોતની છલાંગ લગાવી હતી. જેમાં તપાસ કરતા મહિલાનાં પતિ પોલીસ વિભાગમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા નરોડા પોલીસે સ્થળ પર પહોંચીને માતાપુત્રનાં મૃતદેહને પીએમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. 

શનિવારે સવારે સાડા સાત વાગ્યાનાં અરસામાં નરોડા હંસપુરા સામે મીરાઝ સીનેમાં સધીમાતા મંદિરની સામે આવેલા સારથી ટાવરમાં આ બનાવ બનવા પામ્યો છે. આ ફ્લેટમાં ત્રીજા માળે રહેતા 33 વર્ષીય વિરાજબેન મિતેષકુમાર વાણીયાએ પહેલા પોતાનાં 7 વર્ષનાં દિકરા રિધમ વાણીયાને ફ્લેટ પરથી નીચે ફેંકી મોત નિપજાવી અને બાદમાં પોતે પણ ફ્લેટમાંથી ઝંપલાવ્યું હતું. જેનાં કારણે ઘટના સ્થળે જ માતા પુત્રનું મોત થયું હતું. 

આ ઘટનાની જાણ થતા નરોડા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. માતા પુત્રનાં મૃતદેહને પીએમ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં આપધાત કરનાર માતા વીરાજબેન વાણિયાને માનસિક બિમારીની દવા ચાલતી હોવાનું સામે આવ્યુ અને બાળક રિધમ વાણીયા માનસિક અસ્થિર હોવાનું ખુલ્યું છે.

પોલીસે પરિવારની તપાસ કરતા સામે આવ્યું કે મૃતકનાં પતિ મિતેષકુમાર વાણીયા પોલીસમાં ફરજ બજાવે છે અને તેઓ હાલ હિંમતનગરમાં ડોગસ્કોડમાં ફરજ બજાવે છે.  તેમજ મૃતકનાં સસરા પોલીસમાંથી નિવૃત થયા છે. હાલ તો પોલીસે આપધાત પાછળનાં ખરા કારણો જાણવા કવાયત હાથ ધરી છે.

(4:42 PM IST)