તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી પર દંપતિના ફોટા મુકી સાથે લખ્યું-‘ધોખાધડી સાવધાન, સતર્ક રહે'!
રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે રહેતાં શ્યામભાઇ ભુતની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમના હેડકોન્સ. દિપકભાઇ પંડીતે ગુનો દાખલ કરતાં પીઆઇ આર. જી. પઢીયારે તપાસ આદરી

રાજકોટ તા. ૭: સાયબર ક્રાઇમનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં કપડાના વેપારી યુવાનનું બોગસ ઇન્સ્ટા આઇડી બનાવી તેમાં તેના અને તેની પત્નિા ફોટા પોસ્ટ કરી સાથે ઓયોગ્ય લખાણ પણ મુકી દેવાતાં વેપારીએ ફરિયાદ નોંધાવી છે. રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે હરિનગરમાં આવેલા સમ પ્લાઝામાં રહેતાં કપડાના હોલસેલ વેપારી શ્યામભાઈ દિનેશભાઈ ભુત (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી ફેક ઇન્સ્ટાગ્રામ આઇડીના ધારક સામે ગુનો નોંધ્યો છે.
શ્યામભાઇએ પોલીસને જણાવ્યું છે કે હું મુળ ધોરાજીના જમનાવડનો વતની છું. હાલ રાજકોટ રહુ છું અને કપડાનો વેપાર કરુ છું. મારી સાથે મારા માતા, પિતા, પત્િ પુત્ર રહે છે. ગત ૨૨/૯ના રોજ મારા મામા નિલેષભાઇ દુદાણીએ ફોન કરી જાણ કરતાં મને ખબર પડી હતી કે કોઇ શ્યામ ચોર-ચીટર નામના વ્હોટ્સએપ ગ્રુપમાં અજાણ્યા મોબાઇલ નંબરના ધારકે એક ગ્રુપમાં સ્ક્રીન શોટ મુક્યો છે, તેમજ મારા નામવાળુ ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યુ છે. તે ગ્રુપમાં શેર થયું છે. તેમજ તેની પ્રોફાઇલ આઇડીમાં મારા તથા મારી પત્નિના ફોટા મુક્યા હતાં. આ ફોટાઓની સાથે સાથે ‘ધોખાધડી સે સાવધાન, જાહેર નોટીસ કમ ચેતવણી, સતર્ક રહે' જેવા લખાણ લખ્યા હતાં.
મારા નામે આવી ખોટી આઇડી કોઇએ બનાવી હોઇ મેં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી. હવે તેના આધારે મેં ગુનો દાખલ કરાવ્યો છે. તેમ વધુમાં શ્યામભાઇએ જણાવતાં પી.આર. કોટકે ફરિયાદ લીધી હતી.
સાયબર ક્રાઇમના હેડકોન્સ. દીપકભાઇ પંડીતે ગુનો દાખલ કરતાં આગળની તપાસ પીઆઇ આર. જી. પઢીયારે હાથ ધરી છે.
(2:45 PM IST)










