<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

ભાગદોડમાં જીવ ગુમાવનાર મૃતક મહિલાના પરિવારજન સાથે મુલાકાત કરશે અલ્લુ અર્જુન : કરશે ૨૫ લાખનું દાન

આ મુશ્‍કેલ સમયમાં મહિલાનો પરિવાર એકલો નથી : હું તેમની સાથે ઉભો છું : અલ્લુ અર્જુન

હૈદરાબાદ, તા.૭: હૈદરાબાદના સંધ્‍યા થિયેટરમાં ‘‘પુષ્‍પા ૨ઁના સ્‍ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્‍યો અને એક બાળક બેભાન થઈ ગયું, અલ્લુ અર્જુને કરી વળતર અને તમામ મદદની જાહેરાત પુષ્‍પા ૨  ફિલ્‍મ હાલ દેશભરના સિનેમાહૉલમાં ધૂમ મચાવી રહી છે. આ તરફ હવે ફિલ્‍મના એકટર અલ્લુ અર્જુનનું એક મોટું નિવેદન સામે આવ્‍યું છે. વાસ્‍તવમાં બુધવાર, ૪ ડિસેમ્‍બરે હૈદરાબાદના સંધ્‍યા થિયેટરમાં ઁપુષ્‍પા ૨ઁ ના સ્‍ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્‍યો અને એક બાળક બેભાન થઈ ગયું. આ મામલે અલ્લુ અર્જુન અને તેની સુરક્ષા એજન્‍સી અને થિયેટર સામે કેસ નોંધવામાં આવ્‍યો હતો. હવે અલ્લુ અર્જુને આ મામલે પ્રતિક્રિયા આપી છે.

અલ્લુ અર્જુને એક વીડિયો શેર કર્યો છે અને મળતક મહિલાના પરિવારને સપોર્ટ કરવાની વાત કરી છે. એમ પણ કહ્‍યું કે, તેનું દિલ તૂટી ગયું છે. નોંધનિય છે કે, ૩૯ વર્ષની રેવતી તેના પતિ અને તેના બે બાળકો સાથે સંધ્‍યા થિયેટરમાં પુષ્‍પા ૨ જોવા પહોંચી હતી. અચાનક અલ્લુ અર્જુન પણ ત્‍યાં પહોંચી ગયો. અભિનેતાને જોઈને ચાહકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ અને થિયેટરમાં નાસભાગ મચી ગઈ. ગૂંગળામણને કારણે ઘણા લોકો બેભાન થઈ ગયા જ્‍યારે એક મહિલાનું મોત થયું. મહિલાના પુત્રની હાલત હજુ પણ નાજુક છે અને તે હોસ્‍પિટલમાં દાખલ છે.

આ મામલે કેસ નોંધાયા બાદ અલ્લુ અર્જુને એક્‍સ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહી રહ્‍યો છે કે, તે મહિલાના પરિવારને વ્‍યક્‍તિગત રીતે મળશે. અભિનેતાએ એમ પણ કહ્‍યું કે, આ મુશ્‍કેલ સમયમાં મહિલાનો પરિવાર એકલો નથી. તે તેમની સાથે ઉભો છે. અલ્લુ અર્જુને એમ પણ કહ્‍યું છે કે, તે આ લોકો માટે જે પણ કરી શકશે તે કરશે. તે તેમની સાથે ઊભા રહેશે.

આ સાથે અલ્લુ અર્જુને એમ પણ કહ્‍યું કે, તે મળતક મહિલાના પરિવારને ૨૫ લાખ રૂપિયાનું વળતર આપશે. સારવાર અને દવાઓનો તમામ ખર્ચ પણ અમે ઉઠાવીશું. સંધ્‍યા થિયેટરમાં બનેલી ઘટના બાદ મળતક મહિલાના પરિવારજનોએ ચિક્કડપલ્લી પોલીસ સ્‍ટેશનમાં કેસ નોંધાવ્‍યો હતો.

(10:16 AM IST)