<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

કવિવર રમેશ પારેખ એવોર્ડ-૨૦૨૪ સુવિખ્‍યાત કવિ વિનોદ જોશીને અર્પણ કરાશે

નાથીમા અને હરિબાપા પરમારની સ્‍મળતિમાં રમેશ પારેખ સાહિત્‍ય વર્તુળ-અમરેલી દ્વારા અપાતો

અમરેલી, તા,. ૭:  રમેશ પારેખ સાહિત્‍ય વર્તુળ- અમરેલી દ્વારા નાથીમા અને હરિબાપાની સ્‍મળતિમાં પ્રતિવર્ષ સત્ત્વશીલ કાવ્‍યસર્જન માટે ગુજરાતી ભાષાના કોઈ એક કવિને અપાતો કવિવર રમેશ પારેખ ઍવૉર્ડ - આ વર્ષ, ૨૦૨૪નો, ગુજરાતી ભાષાના સુખ્‍યાત કવિ શ્રી વિનોદ જોશીને આપવામાં આવશે.

ગત વર્ષે ૨૦૨૩ના વર્ષનો પ્રથમ એવોર્ડ કવિશ્રી સંજુ વાળાને આપવામાં આવ્‍યો હતો. વિનોદ જોશી ગુજરાતી સાહિત્‍યના અનુઆધુનિક સમયગાળાના એક અગ્રિમ અને બહુ પ્રશંસિત કવિ છે.

એમની પાસેથી સર્જન, વિવેચન અને સમ્‍પાદનનાં ૪૦થી પણ વધુ પુસ્‍તકો મળ્‍યાં છે. પણ એમનું મુખ્‍ય કામ કવિતાક્ષેત્રે રહ્યું છે. એમની મોટાભાગની કવિતા ગ્રામજીવનની અનેસ્ત્રીભાવનાઓની રસદીપ્તિથી ભાવ-ચુરતાનો અનુભવ આપનારી બની રહી છે. નારીચિત્તની ઉદાત્ત અને સંવેદનશીલ અભિવ્‍યક્‍તિ, ભાષાની રોજિંદી પરંતુ નૂતન વળોટમાં ગૂંથાયેલી કલ્‍પનપૂત ભાષા, દર્શનની ઊંચાઈ સુધી પહોંચતાં એમનાં તત્ત્વનિષ્ઠ નિરીક્ષણો અને છંદોલયના અવનવીન મોહક આવિર્ભાવો એમનાં કાવ્‍યસર્જનનાં મુખ્‍ય પરિમાણો છે.

કવિલોક ટ્રસ્‍ટ દ્વારા વિનોદ જોશીનો પ્રથમ કાવ્‍યસંગ્રહ ઁપરંતુ૧૯૮૪ માં -કાશિત થયો હતો. એમની પાસેથી સંસ્‍કળત વળત્તોમાં લખાયેલી ત્રિસર્ગી દીર્ઘ કવિતા શિખંડી (૧૯૮૫), અનુઆધુનિક ગુજરાતી કવિતાની નોંધપાત્ર રચના ગણાયેલી મધ્‍યકાલીન શૈલીની પદ્યવાતા ઁતુણ્‍ડિલ- તુણ્‍ડિકા (૧૯૮૭), તેમજ બહુ પ્રશસ્‍ત કાવ્‍યસંગ્રહ ઝાલર વાગે જૂઠડી (૧૯૯૧) પ્રાપ્ત થયાં છે, જેની એકાધિક આવળત્તિઓ પ્રગટ થઇ છે. ૨૦૧૮ માં ચોપાઈ અને દોહરામાં લખાયેલાં સાત સર્ગ અને ઓગણપચાસ ખંડનાં એમનાં પ્રશિષ્ટ પ્રબંધકાવ્‍યથી એમની કવિપ્રતિષ્ઠા સર્વાધિક ધ્‍યાનપાત્ર બની. દ્રૌપદીનાં સૈરન્‍ધ્રીરૂપનું તેમાં નારીસાપેક્ષ ભાવોત્‍કટ અને તત્ત્વનિષ્ઠ આલેખન થયું છે. આ પ્રબંધકાવ્‍યનો સ્‍વયં કવિએ હિન્‍દી ભાષામાં સમચ્‍છંદી અનુવાદ પણ કર્યો છે. તેનાં નળત્‍ય-નાટય રૂપાંતરો દેશ-વિદેશમાં ભજવાયાં પણ છે.

વિનોદ જોશીને ૨૦૧૩ માં કવીશ્વર દલપતરામ એવોર્ડ અને ૨૦૧૫ માં ગુજરાત સાહિત્‍ય અકાદમી દ્વારા સાહિત્‍ય ગૌરવ પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. એમનાં વિવેચન પુસ્‍તક નિવેશ (૧૯૯૪)ને ગુજરાતી સાહિત્‍ય પરિષદનું રમણલાલ જોશી પારિતોષિક અર્પણ થયું છે. ૨૦૧૨માં, પ્રસારભારતી અમદાવાદ દૂરદર્શન દ્વારા ગિરનાર સાહિત્‍ય શિરોમણી પુરસ્‍કાર પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ સાહિત્‍યકાર છે. એમને ઉમાશંકર જોશી એવોર્ડ (૧૯૮૬), જયંત પાઠક કવિતા પુરસ્‍કાર (૧૯૮૪), ક્રિટીક્‍સ એવોર્ડ (૧૯૮૬), ઝવેરચંદ મેઘાણી પુરસ્‍કાર (૨૦૧૧), રાષ્‍ટ્રીય કલાકેન્‍દ્ર પુરસ્‍કાર (૨૦૧૪), ગુજરાત કલારત્‍ન એવોર્ડ (૨૦૧૬) મનુભાઈ પંચોળી દર્શક સન્‍માન (૨૦૨૧) અને નર્મદ સુવર્ણચંદ્ર (૨૦૨૨)થી પણ સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. તેઓ ભારતીય વિદ્યાભવન, મુંબઈ દ્વારા સમર્પણ સન્‍માન (૨૦૧૮) અને ગુજરાત સાહિત્‍ય અકાદમી દ્વારા સૈરન્‍ધ્રી અને નિર્વિવાદમાટે ૨૦૧૮ ની શ્રેષ્ઠ કવિતા અને શ્રેષ્ઠ વિવેચનનાં પારિતોષિકોથી તેમજ આઈ.એન.ટી. દ્વારા અપાતા કલાપી એવોર્ડથી પણ સન્‍માનિત થયા છે. ગુજરાતી કવિતામાં એમના ઉત્‍કળષ્ટ યોગદાન માટે એમને ૨૦૧૮ માં ગુજરાતી કવિતાનો સર્વોચ્‍ય નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ થયો છે. ભારતીય સાહિત્‍ય અકાદમી, નવી દિલ્‍હી દ્વારા એમનાં પ્રબંધકાવ્‍ય સૈરન્‍ધ્રી માટે એમને રાષ્‍ટ્રીય એવોર્ડ (૨૦૨૩)મળ્‍યો છે. એમણે ગુજરાતી ભાષાના કવિ તરીકે ચીન, જાપાન, કેન્‍યા, ઈંગ્‍લેન્‍ડ, અમેરિકા, યુએઈ, થાઈલેન્‍ડ, ઓસ્‍ટ્રેલિયા, મોરેશિયસ, કેનેડા વગેરે જેવા ઘણા દેશોમાં ભારતીય સાહિત્‍યના પ્રતિનિધિ તરીકે કે નિમંત્રિત કવિ તરીકે ભાગ લીધો છે. એમનાં કાવ્‍યો મોટાભાગનાં સંગીત કલાકારો દ્વારા સ્‍વરબદ્ધ થઇ ગવાયાં છે અને ખૂબ લોકપ્રિય થયાં છે.

 કવિને આગામી ૧૪મી ડિસેમ્‍બરના રોજ આ એવોર્ડ અમરેલી ખાતે અર્પણ કરવામાં આવશે તેમ રમેશ પારેખ વર્તુળના પ્રમુખ હરજીવન દાફડા, મંત્રી રોહિત જીવાણીની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

(2:06 PM IST)