<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

ટી.બી.ના દર્દીને કેન્‍દ્ર સરકાર દ્વારા ૧ હજારની સહાય

મનપા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે ટી.બી.નાબુદી અભિયાનનો પ્રારંભ કેન્‍દ્રીય મંત્રી જે.પી.નડ્ડાની ઉપસ્‍થિતિમાં હરીયાણા ખાતે મુખ્‍ય કાર્યક્રમ યોજાયોઃ સ્‍વચ્‍છતાની બાબતમાં દેશ આજે અવ્‍વલ છે તેમ ટી.બી.મુકત ભારત બનાવીએઃ કૃષિ મંત્રીની હાકલ

રાજકોટ, તા. ૭ : ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા ટી.બી. નાબૂદી અભિયાન અન્‍વયે ૧૦૦ દિવસ સઘન ઝુંબેશ ચલાવવાની અધિસુચના અન્‍વયે મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્‍ત ઉપક્રમે ટી.બી. નાબૂદી અભિયાન અન્‍વયે ૧૦૦ દિવસ સઘન ઝુંબેશ શુભારંભ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય ગુજરાત રાજ્‍યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી  રાઘવજીભાઈ પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યુ. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા તથા જિલ્લા પંચાયત-રાજકોટના પ્રમુખ માન. શ્રીમતી પ્રવિણાબેન રંગાણી ઉપસ્‍થિત રહ્યા હતા. ટી.બી. નાબૂદી અભિયાન અન્‍વયે ૧૦૦ દિવસ સઘન ઝુંબેશ કેન્‍દ્ર સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના મંત્રી જે.પી.નડાની ઉપસ્‍થિતિમાં મુખ્‍ય શુભારંભ કાર્યક્રમ હરિયાણા ખાતે યોજાયો. જે કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવેલ.                    

આ શુભારંભ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલએ જણાવેલ કે, દેશના યશસ્‍વી વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીનું સૂત્ર સ્‍વચ્‍છ ભારત, સ્‍વસ્‍થ ભારત...  આ સૂત્રને સાકાર કરવા આજથી ૧૦૦ દિવસ ટી.બી. નાબૂદ અભિયાન શરૂ કરવામાં આવેલ છે.

સ્‍વચ્‍છતાની બાબતમાં દેશ આજે અવલ્લ નંબરે છે તેવી જ રીતે ટી.બી. નાબૂદ કરવા કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર દ્વારા ૧૦૦ દિવસ સઘન ઝુંબેશ કરી ટી.બી. મુક્‍ત ભારત બનાવશે. ભૂતકાળમાં શીતળાનો રોગ, પ્‍લેગનો રોગ વિરોધી રસી આપવામાં આવતી હતી. આજે આ રોગ લગભગ નાબૂદ થયેલ છે. કોઈપણ રોગ નાબૂદ ત્‍યારે થાય જ્‍યારે તંત્રની સાથે લોકોનો પણ સહકાર હોય. વહીવટીતંત્ર ૧૦૦ દિવસ દરમ્‍યાન ટી.બી.ના દર્દીને શોધી શોધીને તેની સારવાર કરશે જ, પણ તમે સૌ પણ પોતાની ફરજ નિભાવો. દેશ આ રોગ મુક્‍ત કરવા અથાગ કામગીરી કરશે. પ્રથમ જે ટી.બી.ના દર્દીને રૂ.૫૦૦ સહાય આપવામાં આવતી હતી તે કેન્‍દ્ર સરકારે રૂ.૧૦૦૦ કરી છે.

આ શુભારંભ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત-રાજકોટના પ્રમુખ  શ્રીમતી પ્રવિણાબેન રંગાણી તથા  મેયર નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, ગુજરાત સરકારની આરોગ્‍યલક્ષી અનેકવિધ યોજનાઓ  તથા  આ શુભારંભ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત-રાજકોટના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, રાજકોટના ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, જિલ્લા કલેક્‍ટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.નવનાથ ગવ્‍હાણે, જિલ્લા પંચાયત આરોગ્‍ય સમિતિ ચેરમેન લીલાબેન ઠુંમર, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્‍ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, શિશુ કલ્‍યાણ ખાસ ગ્રાન્‍ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન દિલિપભાઈ લુણાગરીયા, માધ્‍યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસિલાબેન સાકરીયા, સેનિટેશન સમિતિ ચેરમેન નિલેશભાઈ જલુ, એસ્‍ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, કોર્પોરેટર કંચનબેન સિધ્‍ધપુરા, હાર્દિક ગોહેલ, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, આરોગ્‍ય અધિકારી ડૉ.જે.એલ.વકાણી, આર.સી.એચ.ઓ.ડૉ.લલિત વાંજા, જિલ્લા પંચાયતના મુખ્‍ય આરોગ્‍ય અધિકારી, રાજકોટ મહાનગરપાલિકાના તથા જિલ્લા પંચાયતના આરોગ્‍ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા આરોગ્‍ય વિભાગના આશા વર્કરો ઉપસ્‍થિત રહેલ હતા.  

 આ કાર્યક્રમનું દિપ પ્રાગટય ગુજરાત રાજ્‍યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ ઉપસ્‍થિત મહાનુભાવોના વરદ્દ હસ્‍તે કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શાબ્‍દિક સ્‍વાગત પ્રવચન સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમની રૂપરેખા જિલ્લા કલેક્‍ટર પ્રભવ જોશી દ્વારા આપવામાં આવેલ. કાર્યક્રમમાં ડાયસ પર ઉપસ્‍થિત મહાનુભાવોનું રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્‍ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ અને જિલ્લા પંચાયત આરોગ્‍ય સમિતિ ચેરમેન લીલાબેન ઠુંમર દ્વારા પુષ્‍પ અને ખાદીના રૂમાલ વડે સ્‍વાગત કરવામાં આવેલ. આ કાર્યક્રમની આભારવિધિ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્‍ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલએ કરેલ.                   

કાર્યક્રમ દરમ્‍યાન WHOના પ્રતિનિધિ નિર્મલ પ્રજાપતિ દ્વારા ટી.બી. જાગળતિ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહાનુભાવોના  હસ્‍તે પોષણ કીટ અને સહાયના પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્‍યા. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહાનુભાવોએ શ્રમયોગી આરોગ્‍ય સંજીવની વ્‍હીકલને ઝંડી આપી શુભારંભ કરાવેલ.

(3:59 PM IST)