News of Saturday, 7th December 2024
પોરબંદર પાસે ત્રીપલ સવારી બાઇક સ્લીપ થતા ચાલકનું મોતઃ પાછળ બેઠેલા ૨ મિત્રોને ઇજા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૭: નજીકના ધરમપુર પાસે રસ્તા વચ્ચે ભૂંડ આડું ઉતરતા ત્રીપલ સવારી બાઇક અજાણ્યા સ્લીપ થતા બાઇક સવાર જામરાવલના અર્જૂનભાઇ ભરતભાઇ મારૂનુ મોત નીપજયું છે બાઇક પાછળ બેઠેલા અર્જૂનભાઇના ૨ મિત્રોને ઇજા થયેલ છે.
જામરાવલના અર્જૂનભાઇ ભરતભાઇ મારૂ બાઇક ઉપર તેના ૫ મિત્રો પ્રવીણભાઇ મોહનભાઇ અને અન્ય એક મિત્રને બગવદરથી બેસાડીને જતા હતા ધરમપુર પાસે રસ્તા આડે ભૂંડ ઉતરતા અથડાતા બાઇક સ્લીપ થઇ જતા બાઇક ચાલક અર્જૂનભાઇ ભરતભાઇ મારૂનું મૃત્યુ થયું હતું.
આ અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલા મરણ જનાર બાઇકસવાર અર્જૂનભાઇના ૨ મિત્ર પ્રવીણભાઇ તથા અન્ય મિત્રને બંને ઇજા થઇ હતી ઉધોગનગર પોલીસ સ્ટેશના પી.એસ.આઇ એસ.આર. ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
