News of Saturday, 7th December 2024
કરણ જોહરની માતા હીરૂ જોહરની અચાનક તબિયત લથડી : હોસ્પિટલમાં દાખલ કરાયા
તેમને મુંબઈની અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાયા :સાંજે કરણ અને તેના નજીકના મિત્ર મનીષ મલ્હોત્રાની કાર અંબાણી હોસ્પિટલની અંદર જતી જોવા મળી.

બોલિવૂડના ફેમસ ફિલ્મમેકર કરણ જોહર તેની આગામી ફિલ્મોને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. આ વખતે લાઈમલાઈટમાં આવવાનું કારણ થોડું અલગ છે. વાસ્તવમાં, કરણની માતા હીરૂ જોહરની તબિયત બગડી છે, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે
શનિવારે કરણ જોહરની માતા બીમાર હોવાની માહિતી સામે આવી હતી. પાપારાઝી વાઈરલ ભાયાનીએ વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં મનીષ મલ્હોત્રા કરણની માતાને મળતા જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે હિરૂ જોહરને સારવાર માટે મુંબઈની અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મનીષ મલ્હોત્રાને કરણ જોહરના નજીકના મિત્ર માનવામાં આવે છે. કરણની માતાની તબિયત બગડતાં તેનો મિત્ર મનીષ હોસ્પિટલ પહોંચ્યો હતો. શનિવારે સાંજે કરણ જોહર અને મનીષ મલ્હોત્રાની કાર અંબાણી હોસ્પિટલની અંદર જતી જોવા મળી હતી. પાપારાઝી પેજ પર વીડિયો પોસ્ટ કરતી વખતે લખ્યું હતું કે કરણ જોહર અને તેના સારા મિત્ર મનીષ મલ્હોત્રા અંબાણી હોસ્પિટલમાં હીરૂ જોહરને મળતા જોવા મળ્યા છે.
કરણ અવારનવાર તેની માતા હીરૂ જોહરના સ્વાસ્થ્યના અપડેટ્સ શેર કરે છે. ગઈકાલે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ચિંતા કરવાની કોઈ વાત નથી. તે જ સમયે, ચાહકો સોશિયલ મીડિયા પર કરણની માતા માટે સતત પ્રાર્થના કરતા જોવા મળે છે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
