News of Saturday, 7th December 2024
દાણાપીઠ સહિતના વિસ્તારમાં ર૧ મિલ્કતોને તાળા
મનપાની વેરા શાખા બાકીવેરો વસુલવા ઉંધા માથેઃ કડક કાર્યવાહી ૧૧ મિલ્કતોને જપ્તી નોટીસઃ બપોર સુધીમાં રૂા. ૩૦.ર લાખની આવક

રાજકોટઃ મહાનગર પાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ની બાકી વેરા વસુલાત ઝુંબેશ અંતર્ગત મિલ્કત સીલ તથા જપ્તી નોટીસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજ બપોર સુધીમાં રેસકોર્ષ રોડ પર ગેલેક્સી સિનેમા સામે આર.એમ.સી શોપિંગ સેન્ટરમાં સંતોષ અલ્પાહાર ની સામે સીલ ની કાર્યવાહી કરતા PDC ચેક આપેલ. કસ્તુરબા રોડ પર બહુમાળી ભવન કલીફ અપાર્ટમેન્ટમાં બી-વિંગમાં ફ્લેટનં-૯૦૧,૧૦૦૧ ના ૨-યુનીટ સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૬૭,૪૦૦, બજરંગવાડી વિસ્તારમાં શેરી નં-૧૨ માં ૧-યુનિટ સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૮૩,૨૬૦, સદરબજારમાં નુતન પ્રેસ નજીક સુપ્રીમ ટાવરમાં સેકન્ડ ફ્લોર ફ્લેટ નં-૨૦૧ ની સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૬૧,૫૦૦ આવી હતી.
આ ઉપરાંત મોચીબજારમાં દાણાપીઠ મેઈન રોડ પર સિદ્ધિ વિનાયક કોમ્પલેક્ષમાં શોપ નં-૨૦૭,૨૦૮,૨૨૨,૨૨૪,૨૩૭ કુલ ૫-યુનિટ, બાપુનગરમાં આવેલ ૧-યુનીટને સીલ તથા કાંતિ ઓદ્યોગિક વિસ્તારમાં ૨-યુનિટને નોટીસ સહિત ૨૧ -મિલ્કતોને સીલ કરેલ તથા ૧૧- મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂા. ૩૦.૦૨ લાખ રીકવરી કરેલ છે.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજરશ્રી નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટર દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે
(4:09 PM IST)










