News of Saturday, 7th December 2024
ભરત ઉર્ફ ભુરાની ગેંગથી અમને બચાવોઃ સતત ધમકીઓ આપી મારકુટ કરે છેઃ પોલીસ કમિશનરને રજૂઆત
અગાઉ બે યુવાનને ફટકાર્યા હતાં: હવે ધમકીથી ડરીને એક યુવાને ફિનાઇલ પીધું: ચેતન રાઠોડ સહિતે લેખિત ફરિયાદ કરી

રાજકોટ તા. ૭: મોરબી રોડના યુવાન ભાવેશ બગડાએ ભુરા ઉર્ફ ભરતની ધમકીથી ગભરાઇને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસની ઘટનાને પગલે તેના મિત્ર લક્ષ્મણ ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતાં ચેતનભાઇ હસમુખભાઇ રાઠોડ સહિતના યુવાનોએ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી હતી કે અગાઉ અમે ભરત સોસા ઉર્ફ ભુરા સાથે કામ કરતાં હતાં. થોડા સમય પહેલા તેના વિરૂધ્ધ મર્ડરની ફરિયાદ થતાં અમે તેની સાથે કોઇ કામ કરવા ઇચ્છતા ન હોઇ આ ભરતભાઇ ઉર્ફ ભુરાભાઇ સોસા અમને તેની સાથે ગુનાહિત પ્રવૃતિમાં સામેલ થવાનું કહીને મારી નાખવાની ધમકી આપે છે.
રજૂઆતમાં આગળ જણાવાયું છે કે થોડા દિવસ પહેલા ગોૈતમ મકવાણા નામના મારા મિત્રની મારી સાથે બેઠક હોઇ એ રાણી ટાવર પાસે બેઠો હતો ત્યારે ત્યારે ભુરાભાઇ અને તેના ભાણેજ મયુર તથા પરેશ, અવિનાશ સહિતનાએ આવીને ગોૈતમને માર મારી રાણી ટાવર બાજુ આવતાં નહિ તેમ કહી ધમકવાતાં અમે તે વખતે અરજી આપી હતી. ગોૈતમ અરજી આપીને ઘરે જતાં જ ભુરાભાઇના માણસો હરમીત, હેમરાજ, પરેશ, અવિનાશ સહિતનાએ ગોૈતમને તેના ઘરેથી ઉપાડી રસ્તા પર લઇ જઇ માર મારી બાદમાં ભુરાભાઇની ઓફિસ પાસે રાણી ટાવર નજીક લઇ જઇ તારી અઅરજી પાછી ખેંચી લેજે, અમે મર્ડર જેવા ગુનામાં છુટી જતાં હોય તો પોલીસ અમારુ કંઇ ન બગાડી શકે. તેમ કહી ધમકી આપી હતી અને ત્યાં ગોંધી રાખ્યો હતો.
ચેતનભાઇએ આગળ જણાવ્યુ઼ છે કે ત્યારબાદ મારા અન્ય એક મિત્ર અનમોલ મકવાણાને ભરતભાઇએ હેમરાજના ઘરે બોલાવી ત્યાંથતી એમજી હોસ્ટેલ પાસે લઇ જઇ માર માર્યો હતો. અનમોલ એટલો ડરી ગયો હતો કે તે ફયિરાદ પણ કરવા ગયો નહોતો. હવે ભાવેશ બગડાને પણ ભુરાના સાગ્રીતો દ્વારા ધમકીઓ આપતાી હતી કે ગોૈતમ અને અનમોલને માર્યા છે, હવે તારો વારો છે. આથી ભાવેશે ગભરાઇને પોલીસ કમિશનર કચેરી પાસે આપઘાતનો પ્રયાસ કરતાં તે સારવાર હેઠળ છે. અમને ભુરાભાઇની ગેંગમાંથી છુટકારો અપાવવા અમારી માંગણી છે. તેમ રજૂઆતમાં વધુમાં જણાવાયું છે.
(3:16 PM IST)










