<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

હળવદ ખાતે તાલુકા કક્ષના રવિ કૃષિ મહોત્‍સવનો શુભારંભ

ખેડુતલક્ષી વિવિધ યોજનાઓની સહાયનું વિતરણ કરાયું

(દીપક જાની દ્વારા) હળવદ તા.૭: હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે હળવદ તાલુકા કક્ષાના રવિ કળષિ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય પ્રકાશભાઇ વરમોરા તથા કલેક્‍ટર કે.બી. ઝવેરી દ્વારા સરકાર દ્વારા ખેડૂતોની સમળદ્ધિ અને કલ્‍યાણ માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓ અંગે વિસ્‍તળત માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. ઉપરાંત આ યોજનાઓનો વધુને વધુ લાભ લેવા પણ તેમણે ઉપસ્‍થિત ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

આ રવિ કળષિ મહોત્‍સવના કાર્યક્રમમાં અંદાજિત ૭૦૦ જેટલા ખેડૂતો ઉપસ્‍થિત રહ્યા હતા. જ્‍યાં તેમને મહાનુભાવો તથા વિવિધ વિભાગ દ્વારા ઊભા કરવામાં આવેલા સ્‍ટોલ પરથી ખેડૂતલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. ઉપરાંત કલેકટર સહિતના મહાનુભાવોના હસ્‍તે વિવિધ યોજનાઓ હેઠળ સહાયનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

(2:00 PM IST)