<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

કચ્છમા નકલી ED ની ટીમ ૧૧ દિના રિમાન્ડ ઉપર: રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને બજારમાં લવાયા ત્યારે લોકો જોવા ઉમટ્યા

ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે કડકાઈ જરૂરી, દરોડાના સમયના વાયરલ દ્રશ્યો બતાવે છે કે જરા પણ ભય નથી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : ગુજરાતમાં અત્યારે નકલી કોર્ટ, નકલી સરકારી કચેરી, નકલી ડોક્ટરો, નકલી અધિકારીઓના ચોંકાવનારા કિસ્સાઓ વચ્ચે હવે નકલી ED ની ટીમના દરોડાએ કાયદો અને વ્યવસ્થા સાથે સરકાર સામે સવાલો સર્જ્યા છે. જોકે, કચ્છ પોલીસે નકલી ED ની ટીમનો સફળતા સાથે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી લીધો છે. પરંતુ વાયરલ થયેલ વીડિયોમાં આ નકલી અધિકારીઓનો રોફ એ દર્શાવે છે કે કાયદાનો ખોફ અપરાધીઓને હવે રહ્યો નથી. સરકારે નકલીઓ સામે કડક કાર્યવાહી કરી અસલી પરચો બતાવવો જ રહ્યો. આ ૧૨ આરોપીઓના ૧૧ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. દરમ્યાન ગાંધીધામની બજારમાં પોલીસ આ  આરોપીઓને રાધિકા જ્વેલર્સમાં રિકન્સ્ટ્રક્શન માટે લઈ આવી હતી. ત્યારે લોકોના ટોળા ઉમટ્યા હતા. પોલીસ તેમને વ્યાપારી કનૈયાભાઈ ઠક્કરના ઘરે પણ રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. જોકે, સીસી ટીવી ફૂટેજમાં આ નકલી ED ની ટીમનો રોફ જોવા મળ્યો હતો. પરંતુ પોલીસે “સરભરા” કરી તેમનો રોફ ઉતારી દીધો હતો. આ ૧૨ આરોપીઓમાં ભરત શાંતીલાલ મોરવાડીયા,આદિપુર: દેવાયત વીસુ ખાચર,મેઘપર,અંજાર: અબ્દુલસતાર ઈશાક માંજોઠી,ભુજ,પત્રકા૨: હિતેષ ચત્રભુજ ઠક્કર,પારેશ્વર ચોક,ભુજ: વિનોદ ૨મેશ ચુડાસમા(મોચી) પ્રમુખસ્વામી નગર,ભુજ: ઈયુઝીન અગસ્ટીન ડેવીડ, મેઘપર,અંજાર: આશિષ રાજેશ મિશ્રા, અમદાવાદ: ચન્દ્રરાજ મોહન નાયર,અમદાવાદ: અજય જગન્નાથ, અમદાવાદ: અમિત કિશોર મહેતા, અમદાવાદ, શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈ,અમદાવાદ: નિશા અમિત કિશોર મહેતા,અમદાવાદ નો સમાવેશ થાય છે. હજી એક આરોપી અમદાવાદનો વિપિન શર્મા ફરાર છે.

(10:22 AM IST)