<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ઝેલેન્સકીએ રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે યુક્રેનની ભૂમિનો એક પણ ટુકડો રશિયાને આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો: પુતીન અને ટ્રમ્પ વચ્ચે યોજાનાર ૧૫ ઓગસ્ટ ની મુલાકાત પૂર્વે કહ્યું કે યુક્રેનના સમાવેશ વિનાની મંત્રણા અર્થવિહીન રહેશે : કહ્યું કે ડોનબાસ જેવા યુક્રેનના મોટા ભાગોનું સમર્પણ “રશિયા માટે મોટી જીત અને યુક્રેન માટે ભયંકર આઘાત” હશે: આવા સમાધાનો રશિયાની આક્રમકતાને વધુ પ્રોત્સાહન આપશે જે યુરોપન અન્ય દેશો માટે પણ જોખમ ઉભું કરશે :યુક્રેન અને રશિયા વચ્ચે સમાધાન માટે લેન્ડ એક્સચેન્જ – ભૂમિની અદલાબદલી કોઈ કાળે નહીં થાય: યુક્રેનના પ્રેસિડેન્ટનું મક્કમ વલણ: ટ્રમ્પ અને પુતિનની અલાસ્કામાં બેઠક પહેલાં મહત્વનું નિવેદન :યુક્રેનના લોકો પોતાની ભૂમિ આક્રમણકારીઓને ભેટમાં નહીં આપે: ઝેલેન્સકીએ ચેતવણી આપી કે યુક્રેનને બાદ કરીને લેવાયેલા નિર્ણયો નિરર્થક સાબિત થશે6:05 PM IST

ગુજરાતમાં ઈ-વાહન નીતિ નિષ્ફળ: ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા ઓછી, સરકારી વાહનો હજુ પણ ડીઝલ-પેટ્રોલ પર : ગુજરાતે અત્યાર સુધીમાં માત્ર ૧,૨૦૮ ચાર્જિંગ સ્ટેશન સ્થાપ્યા છે, જે મહારાષ્ટ્રના ૪,૨૦૦ અને રાજસ્થાનના ૧,૬૦૦ સ્ટેશનો કરતાં ઘણા ઓછા છે : ગુજરાતની સરકારી કોલેજોમાં શારીરિક શિક્ષણ મજબૂત કરવા સ્પોર્ટ્સ આસિસ્ટન્ટની ભરતી: આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા ભરતી થશે: તેમને માસિક ₹૨૧,૦૦૦નો પગાર મળશે : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ૮ શાળાઓમાં મફત સ્માર્ટ શિક્ષણ કાર્યક્રમનો પાયલોટ પ્રોજેક્ટ: રાજ્ય સરકારનું ધ્યાન ખેંચ્યું: માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના વિદ્યાર્થીઓને થ્રીડી, ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર), વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજીનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે3:26 PM IST

આજીડેમ પાસેની જાગૃતભાઇ શાહની કિંમતી જમીન બારોબાર વેંચી દેવાઇઃ ૯ જણાની ટોળકીનું કાવત્રું : જનતા સોસાયટીમાં રહેણાંક ધરાવતાં વણિક વેપારી હાલ મુંબઇ રહી શેર ટ્રેડીંગનું કામ કરે છેઃ આજીડેમ પોલીસે તપાસ આદરી : યુપીના ઇશરારખાન પઠાણને નિર્મલા રોડના ભગવાનજીભાઇ નથવાણીએ આ જમીનનું કુલમુખત્‍યારનામુ કરી આપ્‍યાના બોગસ દસ્‍તાવેજ ઉભા કરાયાઃ તપાસ થતાં ખબર પડી કે ભગવાનજીભાઇ અવસાન પામ્‍યા છેઃ જમીનના બે ભાગ કરી અલગ અલગને વેંચી દીધીઃ આરાપીઓની શોધખોળ : આજીડેમ પોલીસે ઇશરાર ખાન પઠાણ, અરજણ કેશવાલા, રામ કેશવાલા, શ્રીમતી પાર્વતીબેન ભાવાણી, શ્રીમતી કાજલબેન પરમાર, કિરીટ જાવીયા, સીમાબેન ચાવડા, હીનાબેન ચાવડા અને દિલીપ બેલાણી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો3:47 PM IST