તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
જામનગર રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ નૂતન યજ્ઞોપવિતનો કાર્યક્રમ
હરસિધ્ધિ માતાજીના મંદિરે આયોજન:કાર્યક્રમમાં ભુદેવો દ્વારા શાસ્ત્રોક વિધિથી વૈદિક વાતાવરણ સર્જી દીધું

જામનગરના રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ નૂતન યજ્ઞોપવિતનો કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ હરસિધ્ધિ માતાજીના મંદિરે આયોજન કરવામાં આવ્યું હતું આ કાયૅકમમાં ભુદેવો દ્વારા શાસ્ત્રોક વિધિથી વૈદિક વાતાવરણ સર્જી દીધું હતું શાસ્ત્રીજી દ્વારા નવી જનોઈનું પુજન કરાવેલ ત્યાર બાદ જનોઇ ધારણ કરેલ હતી અને જુની જનોઈનું વિસર્જન કરેલ હતું
આયોજનને સફળ બનાવવા પૂર્વે પ્રમુખ સુરેશભાઈ ત્રિવેદી બધી તૈયારીઓ કરેલ હતી તેમ સંસ્થાનાં પ્રમુખ સુનીલભાઈ ખેતીયા, મંત્રી ચીરાગભાઇ પંડ્યાની યાદીમાં જણાવેલ છે
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
